શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2015 (15:15 IST)

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી તાપમાન ઉંચકાયું: ઉનાળા જેવી ગરમી

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે અને તાપમાનનો પારો ઉંચકાયો છે. કંડલા, ભૂજ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું છે. રાજકોટમાં 35.7, કંડલામાં 35, અમરેલીમાં 35, સુરેન્દ્રનગરમાં 35.5 અને ભૂજમાં 35.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
મહત્તમ તાપમાનની સાથોસાથ લઘુત્તમ તાપમાનનો પારો પણ ઉંચકાયો છે અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. રાજકોટમાં 22.2, ભાવનગરમાં 24, પોરબંદરમાં 24.4, વેરાવળમાં 25.4, દ્વારકામાં 23.6, ઓખામાં 25.1, ભૂજમાં 21, નલિયામાં 20.8, સુરેન્દ્રનગરમાં 23.5, કંડલામાં 22.2, અમરેલીમાં 23.2, મહવામાં 23.5 ડિગ્રી રહેવા પામ્યું છે.