ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (11:29 IST)

'સ્વચ્છતા' વિષયક નિબંધ સ્પર્ધામાં 27 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

શિક્ષણ અને વ્યક્તિત્વ ઘડતરના ક્ષેત્રમાં અનોખું કાર્ય કરતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિદ્યાલય વિશ્વવિદ્યાલય દ્વારા 'મારું સ્વચ્છ અને સુંદર વિશ્વ' વિષયક નિબંધ સ્પર્ધા તાજેતરમાં યોજવામાં આવી હતી. જેમાં 27 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધાના સંયોજક અને અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજના અધ્યાપક ધર્મેન્દ્રભાી પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના દીર્ઘદૃષ્ટા પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલની અભિપ્રેરણાથી ગત વર્ષથી આ આ નિબંધ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત વર્ષે ડા. એપીજે અબ્દુલકલામથી અભિપ્રેરિત થઈને 'તમારી માતાને હસાવો' વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22190 વિદ્યાર્થીઓઅે ભાગ લીધો હતો. આ વખતે  'મારું સ્વચ્છ અને સુંદર વિશ્વ' વિષયે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મંડળ તથા યુનિવર્સિટી સંલગ્ન શાળા તથા કોલેજોના કુલ 27294 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ -3થી 5ના 4479, ધોરણ -6થી 8ના 5689, ધોરણ 9-10ના 5222, ધોરણ 11-12ના 7154, સ્નાતક કક્ષાના 3666 અને અનુસ્નાતક કક્ષાના 1084 વિદ્યાર્થીઓ સામેલ હતા. વિદ્યાર્થી પોતાની આસપાસ સ્વચ્છતા બાબતે જે સમસ્યાઓ જુએ છે તેનો યોગ્ય ઉકેલ આવે તથા સ્વચ્છતાના નિયમોનો આજીવન અમલ કરવા તે પ્રેરાય એવા હેતુસર નિબંધ સ્પર્ધા માટે સ્વચ્છતાનો વિષય પસંદ કરવામાં આવ્યો હતો. અલબત્ત, વિદ્યાર્થીઓને તેમની કક્ષા અનુસાર પેટા વિષયો આપવામાં આવ્યા હતા.

ધોરણ-3 થી 8ના વિદ્યાર્થીઓ માટે 'સ્વચ્છ ઘર, સ્વચ્છ શાળા, સ્વચ્છ ગામ-શહેર,' ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 'સ્વચ્છતા લાવે સુંદરતા' અને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે  સ્વચ્છ ભારતના નિર્માણ માટે મારી ભૂમિકા' વિષય આ નિબંધ સ્પર્ધા અંતર્ગત નિયત કરવામાં આવ્યો હતો.

નિદ સ્પર્ધા બાદ દરેક વિભાગ દીઠ 10 શ્રેષ્ઠ નિબંધો અલગ તારવવામાં આવ્યા હતા, જે પૈકી ત્રણ શ્રેષ્ઠ નિબંધો પસંદ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.