શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજકોટ, , મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (11:01 IST)

હજુ એક અઠવાડિયા સુધી ઉનાળા જેવી ગરમી રહેશે

ચોમાસુ હવે વિદાય તરફ છે. આ અઠવાડીયામાં વરસાદના ચાન્‍સીસ બહુ ઓછા છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપ સાથે તડકાનો અનુભવ થઇ રહ્યો છે. હજુ આ અઠવાડીયામાં પણ ઉનાળા જેવો માહોલ જોવા મળશે.  દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર યુ. પી. અને એમ. પી. ના વધુ ભાગો તેમજ બિહાર અને છતિસગઢના અમુક ભાગોમાંથી વિદાય લીધી છે.
 
   જયારે સૌરાષ્‍ટ્રના પોરબંદરથી ભાવનગરથી ભરૂચની દક્ષિણે ચોમાસાએ હજુ વિદાય લીધી નથી.    એક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્‍ય બંગાળની ખાડીમાં ૩.૧ કિ. મી. ની ઉંચાઇએ છે. પૂર્વ-પશ્ચિમનું શિયર ઝોન લેટીટયુડ ૧૫ ડીગ્રી નોર્થ ૩.૧ કિ. મી. ના લેવલ ઉપર છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ૩.૧ કિ. મી. ના લેવલે ઉત્તર પાકિસ્‍તાન અને આસપાસ છે.
 
   તા. ૫ થી ૯ (સોમથી શુક્ર) દરમ્‍યાન મધ્‍ય-પૂર્વ અરબીસમુદ્રમાં તા. ૮ (ગુરૂ) ના આસપાસ એક યુ. એ. સી. છવાશે.
   ઉપરોકત આગાહીના અનુસંધાને થોડા વાદળો સૌરાષ્‍ટ્રના કાંઠા ઉપર કયારેક છવાય છે પણ આગાહી સમયમાં કોઇ નોંધપાત્ર વરસાદની શકયતા નથી. ગરમીમાં વધારો થયો છે અને આગાહી સમયમાં સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતના ઘણા સેન્‍ટરોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ રહેશે. ખાસ કરીને તા. ૬ થી ૯ ઓકટોબરના સમયગાળા દરમ્‍યાન. આગાહીના સમય પછી ઇસીએમડબલ્‍યુએફ ફોરકાસ્‍ટ મોડલ મુજબ મધ્‍ય પૂર્વ અરબીસમુદ્રમાં એક મજબૂત સિસ્‍ટમ્‍સ બનશે. (ઓછામાં ઓછુ ડીપ્રેશનની માત્રા) જયારે જીએફએસ ફોરકાસ્‍ટ મોડલ મુજબ આવું કંઇ નથી. બન્ને મોડલમાં મતમતાંતર હોઇ ૪૮ કલાક બાદ આ અંગે નવી અપડેટ થશે.