ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 3 ઑગસ્ટ 2016 (12:55 IST)

હવે અમદાવાદથી ઉના સુધી 5મી ઓગષ્ટે દલિત અત્યાચાર યાત્રા નિકળશે

ઉના દલિત કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં થયેલા પ્રદર્શનો બાદ અમદાવાદમાં થયેલા દલિત મહાસંમેલનની હજી ચર્ચાઓ બંધ નથી થઈ ત્યાં તો ફરીએક વાર ફૂંફાડો મારવા દલિતો મેદાને પડ્યાં છે. આવનારી 5મી ઓગષ્ટે અમદાવાદથી ઉના સુધીની યાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંમેલનમાં હાજર પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ પદયાત્રા માટે સૂચન કર્યું હતું. આજે તેમણે પોતાના ફેસબુક પેજ પર ઉના માર્ચનો કાર્યક્રમ પણ મુક્યો છે. પાંચમી ઓગસ્ટે અમદાવાદના વેજલપુરમાં આવેલા આંબેડકર ચોકથી યાત્રા શરૂ થશે અને 15મી ઓગસ્ટે યાત્રીઓ ઉના ખાતે સ્વતંત્રતા દિને ધ્વજવંદન કરશે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ચાલીને દિવસના માત્ર 15થી 20 કિમી જ અંતર કાપી શકાય જેથી અમુક અંતર વાહનો દ્વારા પણ કાપવામાં આવશે.