ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2015 (12:08 IST)

હવે વરસાદ પણ છેતરશે, અખાત્રીજે થયા વરસાદના વર્તારા

અખાત્રીજના દિવસે વરસાદના વર્તારા માટે કઇ દિશામાંથી પવન વાય છે? તે જોવા માટે ધરતીપુત્રો જાણકારો સહિત સૌ કોઇએ અખાત્રીજની વહેલી સવારે દુર સીમ વિસ્‍તારમાં ધામા નાખી આ પવનનો અભ્‍યાસ કરી વિશેષણો કર્યા હતા.

   વર્ષોથી અખાત્રીજના પવન અંગેનું મહત્‍વ રહ્યુ છે. આ વર્ષે અખાત્રીજની વહેલી સવારનો પવન મુખ્‍યત્‍વે નૈઋત્‍ય દિશા તરફથી વાતો હતો. આ વર્ષે હોળીની જાળના અણસાર સારા જોવા મળ્‍યા હતા ઉપરાંત ચૈત્રી આઠ દનૈયા પૈકી ચાર દનૈયા હુજયા હતા.

   શિયાળામાં ખુબ ઠંડી તથા ચણીયા બોરનો પુષ્‍કર પાક જોવા મળ્‍યો હતો. ગરમી પણ ખુબ પડી રહી છે. આ કુદરતી સંકેતો પ્રમાણે ચોમાસામાં સારા વરસાદની શકયતા છે પરંતુ અખાત્રીજમાં નૈઋત્‍યના પવનને લીધે શરૂઆતમાં છેતરામણ વરસાદ તેમજ ચોમાસાના અંત ભાગમાં અનિયમિત વરસાદ પડવાની શકયતા છે.

   નૈઋત્‍યના પવનને લીધે ચોમાસના ગમે તે ભાગમાં વરસાદની ખેંચ પણ પડી શકે છે. જો કે સવારના પાંચ વાગ્‍યાથી પવનનો રૂખ પヘમિથી પુર્વ તરફ થતા વનરાજી ખીલી ઉઠે તેવો વર્તારો પણ થાય છે. જેથી પાછોતરા ચોમાસામાં પણ સારા વરસાદની શકયતા દેખાય છે. આમ એકંદરે ચોમાસુ સામાન્‍યથી થોડુ નબળુ રહેવાની શકયતા અખાત્રીજના પવન પરથી જોવા મળી છે.