શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 18 એપ્રિલ 2015 (14:44 IST)

હવે વ્યારામાં મુખ્યમંત્રી ગુમ થયાનાં પોસ્ટરો લાગ્યા

તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે એક તરફ રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યાં છે ત્યારે બીજી તરફ શુક્રવારે બપોરે 3.00 કલાકે અજાણ્યા ઈસમો દ્વારા વ્યારા સુગરના મુખ્ય દરવાજા પાસે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુમ થયાના પોસ્ટરો લાગી જતા ગણતરીની મિનિટમાં વ્યારા મામલતદાર સ્થળ પર આવી જતાં પોસ્ટરો દૂર કરી પોસ્ટરો લગાડનારા વ્યક્તિની શોધખોળ કરી હતી.

વ્યારા ખાતે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ગુમ થયાના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. જે ઘટના બાદ બપોરે 3.00 કલાકે એકાએક વ્યારા નગર નજીક આવેલી વ્યારા સુગરના મુખ્ય દરવાજા પાસે પોસ્ટરો લગાવી દેતા જેના પગલે તાપી જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વ્યારા મામલતદાર કે. સી. વળવીને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પોસ્ટરો દૂર કરાવ્યા હતાં. આ બાબતે તપાસ હાથ ધરાઈ હોવાનું વ્યારા મામલતદાર કે. સી. વળવીએ જણાવ્યું હતું.

એક તરફ 1 લી મેના રોજ રાજ્યના સ્થાપના દિનની ઉજવણી બાબતે રાજ્યભરના મંત્રીઓ મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ ધોળા દિવેસ હાઈવે પર અવર જવર વાળી જગ્યાએ અજાણ્યા ઈસમો બિન્દાસ્ત રાજ્યના મુખ્યમંત્રી ગુમ થયા શોધી આપનારા ઈસમને 500 રૂપિયા ઈનામ જેવા પોસ્ટરો લગાવી દેતા તંત્રને પડકાર ફેંકી દેતા પોલીસ તંત્ર આ પોસ્ટરો લગાવનારને શોધી રહ્યાં છે.