શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : સોમવાર, 5 ઑક્ટોબર 2015 (17:00 IST)

હાર્દિક પહેલા સામાજિક પ્રાણી બને અને મોઢું બંધ રાખે - જે.જે.પટેલ

હાર્દિક પટેલનો અરવલ્લીથી કથિત અપહરણ કર્યા બાદનો હોબીયર્સ કોપર્સનો મામલો હોય કે પછી સુરતમાં પોલીસ કર્મચારીઓને મારી નાંખવાની સલાહ આપતો મામલો હોય, ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના કન્વીનર અને હાઈકોર્ટના વકીલ જે જે પટેલે હંમેશા હાર્દિક ઉપર નિશાન સાધ્યું હતું. જોકે સુરતની ઘટના બાદ હાર્દિકે મીડિયામાં એક પત્ર લખીને જે જે પટેલનો ખુલાસો માંગ્યો છે. જેમાં ડો સોનીનું અપમૃત્યુ કે સોનલબેનનું ગુમ થવું તે વિશે સાચી હકિકત જાણવશો.
 
ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં હવે ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાનું મોઢું ખોલી રહ્યા છે. હાર્દિક અને તેની ટીમ સામે બોલવાનું શરુ તો કરવામાં આવ્યું પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ સામે વળતો જવાબ આપી રહી છે. 25મી ઓગષ્ટનાં રોજ થયેલી GMDC ગ્રાઉન્ડની રેલી હોય કે પછી ત્યાર બાદ થયેલી હિંસાની ઘટના હોય ક્યારેય ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોઈ નિવેદન કર્યું નથી. જોકે સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજ બાદ ધીમે ધીમે પાર્ટી અને સરકારે બોલવાનું શરુ કર્યું છે. આ બધા વચ્ચે હાર્દિક પટેલની અરવલ્લી ખાતેની સભા બાદથી અચાનક ગુમ થવાની ઘટના બની હતી. આ ઘટના મામલે હાઈકોર્ટ બી. એસ. માંગુકિયા હાઈકોર્ટ સમક્ષ હોબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. તે દિવસે સરકાર અને પોલીસ ઉપર આરોપ લાગ્યા હતાં કે હાર્દિકનું પોલીસે અપહરણ કરી દીધું છે. જોકે સરકારે અને પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તે વાત ખોટી છે. તો ભારતીય જનતા પાર્ટી તરફથી લીગલ સેલના કન્વીનર અને હાઈકોર્ટના વકીલ જે જે પટેલે મોર્ચો સંભાળ્યો હતો. જે જે પટેલે નામદાર જજનાં ઘરની બહાર મીડિયા ટીમને સંબોધી હતી અને જણાવ્યું હતું કે હાર્દિક ખોટું બોલી રહ્યો છે. તે જાતેજ ક્યાં જતો રહ્યો છે.
 
જોકે ત્યાર બાદ ગઈકાલે શનિવારે હાર્દિક પટેલ સુરત ખાતે વિપુલ દેસાઈ નામના એક યુવકને મળવા આવ્યો હતો. આ યુવકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. પોતાની મુલાકાત દરમિયાના હાર્દિકે એવી સલાહ વિપુલને આપી હતી કે “2-5 પોલીસવાળાને મારી નંખાય પણ પટેલ મરે (આત્મહત્યા) નહીં” આ નિવેદન સામે આવ્યા બાદ ફરી એક વખત જે જે પટેલ મેદાનમાં આવ્યા હતાં અને મીડિયા સમક્ષ તીખી પ્રતિક્રિયા આપી હતી. પટેલે હાર્દિકને પહેલા સામાજિક પ્રાણી બનવાની અને મોઢું બંધ રાખવાની સલાહ આપી હતી.
 
હાર્દિક પટેલે એક પત્ર જે જે પટેલને ઉદ્દેશીને લખ્યો હતો. આ પત્રમાં હાર્દિકે લખ્યું હતું (શબ્દશઃ)કે “ આપ ગુજરાતનાં ગણનાપાત્ર વકીલોમાના એક છો, બાર કાઉન્સિલનાં માજી પ્રમુખ છો, નામદાર કોર્ટ કોઈ વ્યક્તિને છોડી દે, નિર્દોષ છોડી દે કે શંકાનો લાભ આપે તેથી ગુનો નથી બન્યો એવું સાબિત નથી થતું. તો આપ ડો. સોનીનું અપમૃત્યુ કે સોનલબેનનું ગુમ થવું તે વિશે સાચી હકિકત જણાવશો.”

હાર્દિક પટેલે લખેલો પત્ર

જોકે હાર્દિકે શા માટે આ પત્ર જે જે પટેલને લખ્યો હતો અને ડો. સોનીનાં અપમૃત્યુ અને સોનલબેનનાં ગુમ થવાની ઘટનાનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે હવે એ જોવું રહ્યું કે હાર્દિકનાં આ પત્રનો જવાબ જે જે પટેલ ક્યારે અને કેવી રીતે આપે છે.

શું છે ડો સોનીનો મામલો

હાર્દિકે જે ડો. સોનીની વાત કરી છે તે ઘટના અંગે મળી માહિતી અનુસાર અમદાવાદ પાસેના વિરમગામના માંડલ સ્થિત યોગેશ્વર સોસાયટીમાં રહેતાં ડો. પુરુષોત્તમ સ્વરૂપચંદ સોનીના પત્ની અને ભાજપના કાર્યકર એવા ડો. શીલા સોનીનો મૃતદેહ ગત તા.૨૫ જૂન, ૨૦૦૨ના રોજ તેમના ઘરમાંથી જ મળ્યો હતો. એ વખતે ડો. પુરૂષોત્તમ સોની ઘરમાં હાજર ન હતા. તપાસમાં બહાર આવ્યુ હતું કે, શીલા સોનીને સર્જીકલ નાઇફ વડે ૩૨ જેટલા ઘા ઝીંકી કમકમાટીભરી હત્યા કરવામાં આવી છે.  આ બનાવને લઇ શરૂઆતમાં ડો.પુરુષોત્તમ સોનીએ પોતાની પત્નીની હત્યા અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, પાછળથી ડો.સોની સમગ્ર કેસમાં શંકાના ઘેરામાં આવી જતાં પોલીસે આખરે આ કેસમાં તેમને આરોપી તરીકે ફરિયાદમાં લઇ તેમની ધરપકડ કરી હતી. જોકે આ કેસ સ્થાનિક કોર્ટ, હાઈકોર્ટ થઇ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં વર્ષો સુધી ચાલેલી દલીલોમાં ડો. પુરૂષોત્તમ સોની સામે ગુનો પુરવાર થતો ન હોવાથી કોર્ટે તેમને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી વિરમગામ સેશન્સ કોર્ટે આરોપી ડો.પુરુષોત્તમ સોનીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો
.