શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (13:07 IST)

હાર્દીક પટેલ હાજર થયો.વઘુ સુનાવણી તા.8મી ઓકટોમ્બરે

હાર્દિક પટેલનાં અરવલ્લીના મોડાસાથી ગુમ થવાની ઘટના મુદ્દે આજે મંગળવારે 29 તારીખે હાજર રહેવાનો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ મંગવારે સાંજે અરવલ્લીનાં બાયડ ખાતેની સભા બાદ ગાયબ થઇ ગયા હતાં. જોકે તેનો કોઈ પણ પતો નહીં મળતા ભારે ઉવાચ વાળો માહોલ સમગ્ર રાજ્યમાં ફેલાયો હતો. આ મુદ્દે હેબિયર્સ કોપર્સ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે હાર્દિકના ગુમ થયાના 26 કલાક બાદ તેના વકીલ સાથે દેખાયો હતો. હાર્દિક ગુમ થયા બાદ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. 24 તારીખે નામદાર કોર્ટે તેને આજે ફરીથી હાજર થવાનો આદેશ કર્યો હતો.વઘુ સુવાવણી તા.8 ઓકટોમ્બરે રાખી છે.
 
હાર્દિક પટેલ સાથે જોડાયેલા આજનો ઘટના ક્રમ
Sep 29, 2015
11:50 am
એફિડેવિટમાં કરેલા આક્ષેપો સિદ્ધ કરવા માટે હાર્દિકને હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો. 
11:50 am
હાઇકોર્ટની ટકોર " શાંતિ અને સંવાદિતતાએ આપણી પ્રાથમિકતા છે, આક્ષેપો અને પ્રતિઆક્ષેપોમાં બંને પક્ષો ન પડે 
11:45 am
હાર્દિકે કોર્ટ સમક્ષ પોતાનું ડીટેઇલ નિવેદન રજુ કર્યું, કોર્ટે ટુંકાણમાં નિવેદન આપવાની ટકોર કરી. 
11:45 am
હાર્દિક પટેલની હેબિયર્સ કોપર્સ અંગે વધુ સનાવણી 8મી ઓક્ટોબરના રોજ થશે. 
11:00 am
હેબિયર્સ કોપર્સ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરુ. 
10:45 am
વકીલ માંગુકિયા સાથે હાર્દિક અને અન્ય કન્વીનરો હાઈકોર્ટ પહોંચ્યા. 11 વાગ્યે કોર્ટની કાર્યવાહી શરુ થાય તેવી શક્યતા. 
10:30 am
હાર્દિક પોતના વકીલ માંગુકિયા અને સમર્થકો સાથે હાઈકોર્ટ જવા રવાના થયો 
10:00 am
હાઈકોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, 3 ACP, 1 DCP, RAF અને SRPની ટીમ સહીત અમદાવાદ પોલીસનો કાફલો HC ખાતે હાજર. 
10:00 am
હેબિયસ કોર્પસની કાર્યવાહી સંદર્ભે ગાંધીનગરના રેંજ IG હસમુખ પટેલ અને અરવલ્લી SP મયુર ચાવડા હાઈકોર્ટ પહોંચ્યા. 
9:00 pm
 
હાર્દિકે પોતાન સમર્થકોને હાઈકોર્ટ ખાતે નહીં આવવા અપીલ કરી હતી. સાથે તેને ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખવાની પણ વાત કરી હતી. 
1:30 pm
 
કોર્ટે હાર્દિકની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે હાર્દિક સાથે સાથે તેના વકીલ માંગુકિયાને પણ આડેહાથે લીધા હતા. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે પોલીસને બાનમાં લેવાનો તમારો મનસુબો હતો કે શું ? હાર્દીક પર અસંતોષ વ્યક્ત કરતાં કોર્ટે 29મી સુધી તેના વકીલને આરોપો સાબીત કરવાની મહેલત આપી છે. કોર્ટે વકીલ માંગુકિયાની મિડિયા સમક્ષ પબ્લિસિટી કરવા બદલ પણ આકરી ઝાટકણી કાઢી નાંખવામાં આવી હતી. ગુમ થયેલો હાર્દીક પટેલને માત્ર ત્રણ કલાક જ થયા હતાં તો હેબિયસ કોર્પસ દાખલ કરવીએ સામે કન્ટેમ્પટ પણ દાખલ ખાય તેવી પૂર્ણ શક્યતાઓ જણાઈ રહી છે.