શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (15:01 IST)

હાસ્યોસ્તવ....સ્ત્રી અને સિગરેટ વચ્ચે ગજબ સમાનતા પહેલા ભડકો, પછી ધુમાડો અને છેલ્લે રાખ..

સ્ત્રી સુંદર છે એટલે પુરુષ એને પરણે છે, પરંતુ સાથે એ મૂર્ખ પણ છે એટલે એ પુરુષ સાથે લગ્ન કરે છે... સ્ત્રી અને સિગરેટ વચ્ચે ગજબ સમાનતા છેઃ પહેલા ભડકો, પછી ધુમાડો અને છેલ્લે રાખ... સ્વભાવ બંનેનો સરખો બળવું અને બાળવું, દાઝવું તથા દઝાડવું... મફતમાં મળતી વસ્તુ પ્રત્યે સ્ત્રીને અદમ્ય આકર્ષણ રહે છે. દીવેલ પણ જો મફત મળે તો રકાબી આખી ભરેલી પી જાય.

શહેરના સર સયાજીરાવ નગરગૃહ ખાતે ઉપરોક્ત ટિપ્પણીઓ સાંભળીને હાસ્યના ફૂવારા ઉડયા હતા અને તાળીઓનો વરસાદ થયો હતો. મઝાની વાત એ બની કે મુક્ત મને હસનારા અને દે.... માર તાળીઓ પાડરનાર શ્રોતાઓમાં મહિલાઓની સંખ્યા વધુ હતી, જે જોઇ- જાણીને પુરુષ- શ્રોતાઓ મૂછે તાવ દઇ રહ્યા હતા.

જનજાગૃતિ અભિયાન આયોજિત સુપ્રસિધ્ધ ગુજરાતી હાલ્ય લેખ જ્યોતીન્દ્ર દવેના હાસ્ય દરબારના મંચ પરથી આણંદ આર્ટસ કોલેજ, આણંદના પ્રા. ડો. ગુણવંત વ્યાસની માર્મિક છતાં રસાળ રજૂઆત શૈલીનો એ પ્રતાપ હતો કે દવેને ટાંકીને વકતાએ ઓર એક વ્યંગબાણ છોડયં કે હાસ્યકારે સ્ત્રીની સરખામણી બિલાડી સાથે જ્યારે પુરૃષની સરખામણી કૂતરા સાથે કરી છે. ત્યારે પ્રેક્ષાગૃહમાં બેઠેલા તમામ કૂતરા બિલ્લીઓ એ એમની નવી ઉપમાઓને હોશભેર આવકારી હતી.ડો. વ્યાસે જણાવ્યું કે અહી હાસ્યની સાથે સાહિત્ય પણ છે. એક સાચા સર્જકને અપાયેલી આ ભાવાંજલિ છે. સાહિત્ય સર્જકોને સામાન્ય જનતા સુધી પહોંચાડવાની કામગીરીના ભાગરૃપે આજે જયોતિન્દ્ર દવેની ટપાલ લઇને આવ્યો છું.

બાળપણમાં કીકાભાઇ તરીકે ઓળખાતા જયોતિન્દ્ર દવે સ્કુલમાં તોફાની હતા. ગંગુ મહેતા નામના શિક્ષકે એમને વર્ગની બહાર કાઢી મૂક્યા તો બાળ-જ્યોતીન્દ્રે સિક્સર ફટકારેલી ઃ ગંગુ મહેતા કારેલી, હીંગમાં વઘારેલી...

જ્યોતીન્દ્રભાઇએ હાસ્ય પર હાથ અજમાવ્યો ત્યારે હાસ્ય સહિત્ય નબળું હતું. દવે સાહેબે એને સમૃધ્ધ બનાવ્યું. તેઓ કહેતા કે ધોધમાર વરસાદમાં ય હું કોરો રહી શકતો કારણ કે (શરીરે એટલો દુબળો પાતળો કે) વરસતા વરસાદની બે ધારો વચ્ચેથી પસાર થઇને કોરોકટ બહાર નીકળી જડતો...

વિવિધ ગુજરાતીઓએ જ્યોતીન્દ્ર દવેની હાસ્ય પ્રતિભાને જે શબ્દોમાં બિરદાવી છે. એ શબ્દો ખુદ પણ હાસ્યની સરવાણીથી કમ નથી. એની કેટલીક ધારા ઃ હાસ્ય માટે દસ જગ્યા ખાલી રાખવી પડે, એ દસે જગાએ જ્યોતીન્દ્રભાઇ જ હોય... હાસ્યલેખકે દોરા પાસેથી દોરડાનું કામ લીધું છે. જ્યોતીન્દ્ર દવેને બેસણામાં ના લઇ જવાય, તેઓ ત્યાં પણ હાસ્યની છોળો ઉડાડે..
સ્વ. અરવિંદ રાય વૈષ્ણવ શતાબ્દી પ્રસંગે યોજાયેલા હાસ્યદરબારમાં રક્તદાન ઉપરાંત ચક્ષુદાન અને દેહદાનનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે સહુને ઢંઢોળવા માટે વિવિધ સામાજિક પ્રસંગોનો સદુપયોગ કરવા બદલ જાણીતા સર્જન ડૉ. આર.બી. ભેસાણિયાને ''બ્લડમેન ઓફ ઇન્ડિયા'' ના ખિતાબથી નવાજી, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં નવી પ્રણાલીરપ એ ઉમદા કાર્યની નોંધ લેવાઇ એ બદલ ડૉ. ભેંસાણિયાનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં પણ ૨૫ જણે ચક્ષુદાન અન દેહદાનનાં સંકલ્પ લીધા હતા. નોંધનીય છે કે જનજાગૃતિ અભિયાનની આ પણ એક મહત્વની પ્રવૃત્તિ છે.