શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 18 ઑગસ્ટ 2014 (14:05 IST)

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્યટકો કિડિયારાની જેમ ઉભરાયા

હાલ તહેવારોને લઇને મીની વેકેશન જેવો માહોલ છે ત્યારે રાજસ્થાનમાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટાપાયે પર્યટકો ઉમટી રહ્યા છે. છેલ્લા દોઢ દિવસમાં અહીં 45 હજારથી વધુ પર્યટકો ઉમટયા છે. અને આટલી મોટી સંખ્યામાં ભીડ મોસમની મજા સાથે અહીં પરેશાનીઓની પણ કોઇ કમી નથી.  
હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પર્યટકોની ભારે ભીડ ઉમટી છે. છેલ્લા 36 કલાકમાં અહીં 45 હજારથી વધુ પ્રવાસીઓ આવી પહોંચ્યા છે. આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમને ખુદ તેમની જ મુશ્કેલીઓ વધારી દીધી છે.  
 
મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ રહેવું પડે છે. કારણકે માર્ગમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો ઉભા થઇ રહ્યા છે.આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ એકસાથે આવવાથી હોટેલ્સ અને ગેસ્ટ હાઉસમાં નો રૂમની સ્થિતિ જોવા મળી રહી છે. અને જ્યાં રૂમ મળે છે ત્યાં મન ફાવે તેવા ઉંચા ભાડા વસુલવામાં આવી રહ્યા છે. આમ મીની વેકેશનનો આનંદ ઉઠાવવા આવેલા પર્યટકો માટે અહીંની વધારે પડતી ભીડ મુસીબતનું કારણ બની ગઇ છે.