ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજપીપળા , ગુરુવાર, 25 જૂન 2015 (15:43 IST)

૧૧૭.૪૪ મીટરે પહોંચી નર્મદા ડેમની સપાટી

નર્મદા ડેમની સપાટી વરસાદી આવકના કારણે દર કલાકે ૧થી ૨ સેમી વધવા સાથે બપોર પછી  સ્થિર થઇ જવા પામી હતી. નર્મદા ડેમની સપાટી ૧૧૭.૪૪ મીટરે પહોંચી હતી. જોકે મધ્યપ્રદેશમાં વરસાદ ન હોવાથી ડેમની સપાટીમાં નહિવત વધારો જોવા મળ્યો હતો.

નર્મદા ડેમમાં હાલ પાણીની આવક ૩૨૧૮૮ કયુસેક નોંધાઇ છે. ડેમ સ્થળે સીએચપીએચ કેનાલ હેડ પાવર હાઉસના ૧ અને ૨ નંબરના બે વીજ યુનિટો શરૃ કરાયા હતા. ૨૯ કલાક ૩૦ મીનીટ વીજ યુનીટો ચાલતા ૮૭૩ મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ હતી.
જયારે રિવર બેડ પાવર હાઉસમાં ૫ યુનિટો ૨થી૬ નંબરના ધમધમતા થતાં ૪૦ કલાક વીજ યુનિટો ચાલતા ૭૦૮૬ મેગાવોટ મળીને કુલ ૭૯૫૩ મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ હતી. નર્મદા જિલ્લામાં આજે ચોવીસ કલાકમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા ભારા ખાનાખરાબી સર્જાઇ હતી.