બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 22 એપ્રિલ 2014 (15:16 IST)

૧૮૦ ઉમેદવારોએ આવકવેરાની વિગતો જાહેર કરી નથી

લોકસભાની ચૂંટણી લડતાં કુલ ઉમેદવારો પૈકી ૧૫૨ ઉમેદવારોએ એફિડેવિટમાં આવકવેરાની માહિતી દર્શાવી છે જયારે ૧૮૦ ઉમેદવારોએ આવકવેરાની વિગતો જાહેર કરી નથી. આ ઉપરાંત ચાર ઉમેદવારો તો કરોડપતિ હોવા છતાંયે તેમણે આવકવેરાની એફિડેવિટમાં આપી જ નથી.

સાત ઉમેદવારો એવાં છે કે, જેમની વાર્ષિક આવક રૃ.૫૦ લાખથી વધુ છે. અમદાવાદ પુર્વના ભાજપના ઉમેદવાર પરેશ રાવલની વાર્ષિક આવક રૃ.૮.૨૨ કરોડ છે તો નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલની આવક રૃ.૨.૮૬ કરોડ, જામનગરના ભાજપના પુનમ માડમની વાર્ષિક આવક રૃ.૧.૩૨ કરોડ, મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇની આવક રૃ.૮૮.૪૭ લાખ, બનાસકાંઠાના સપના ઉમેદવાર ચૌધરી આદમભાઇ નસીરભાઇની આવક રૃ.૮૪.૩૩ લાખ, ગાંધીનગરમાં ભાજપમાં એલ.કે. અડવાણીની વાર્ષિક આવક રૃ.૨૯.૭૦ લાખ અને પોરબંદરના ભાજપના ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયાની વાર્ષિક આવક રૃ.૪૮.૪૪ લાખ દર્શાવાઇ હતી.

૭૬ ઉમેદવારોએ તો પાન નંબર સુધ્ધાં એફિડેવિટમાં જાહેર કર્યાં નથી. બે ઉમેદવારો તો કરોડપતિ હોવા છતાંયે તેમણે પાનકાર્ડ વિશે માહિતી આપી નથી. જેમાં જામનગરના અપક્ષ ઉમેદવાર કે જેમની રૃ.૧.૨૩ કરોડની મિલ્કત છે તેમણે પાન નંબર આપ્યો નથી. આ ઉપરાંત જામનગરના અપક્ષ પઢિયાર લાલજીભાઇએ એક કરોડની મિલ્કત દર્શાવી છે પણ પાન નંબર આપ્યો નથી.