ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

ચાણક્ય નીતિ : અધ્યાય 1

P.R

- બુદ્ધિમાન પિતાએ પોતાના બાળકોને શુભ ગુણોની શીખ આપવી જોઈએ, કારણ કે નીતિજ્ઞ અને જ્ઞાની વ્યક્તિઓની જ કૂળમાં પૂજા થાય છે.

- મૂર્ખતા દુ:ખદાયી છે, જવાની પણ દુ:ખદાયી છે, પણ આનાથી ઘણી અધુ દુ:ખદાયી છે કોઈ બીજાના ઘરમાં રહીને તેનો અહેસાન લેવો.

- દરેક પહાડ પર માણેક નથી હોતા, દરેક હાથીના માથા પર મણિ નથી હોતા, સજ્જન પુરૂષ પણ દરેક સ્થાને નહી મળે અને દરેક વનમાં ચંદનના વૃક્ષ પણ નથી હોતા.


P.R
ભોજનના યોગ્ય પદાર્શ અને ભોજન કરવાની ક્ષમતા, સુંદર સ્ત્રી અને તેને ભોગવા માટે કામ શક્તિ, પર્યાપ્ત ધન રાશિ અને દાન આપવાની ભાવના આવા સંયોગોનુ હોવુ સામાન્ય તપનું ફળ નથી.

- એક ખરાબ મિત્ર પર ક્યારેય વિશ્વાસ ન કરો, એક સારા મિત્ર પર પણ વિશ્વાસ ન કરો, કારણ કે જો આવા લોકો તમારા પર ગુસ્સે થાય છે તો તમારા બધા રહસ્યો બીજાની સામે ખોલી નાખે છે.

- મનમાં વિચારેલા કાર્યને બીજાની સામે પ્રગટ ન કરો. પણ મન લગાવીને તેની સુરક્ષા કરતા તેને કાર્યમાં પરિવર્તિત કરો.


P.R

- પુત્ર એ જ છે જે પિતાનુ કહેવુ માને છે, પિતા એ જ છે જે પુત્રોનું પાલન-પોષણ કરે. મિત્ર એ છે જેના પર વિશ્વાસ કરી શકાય છે અને પત્ની એ જ છે જેનાથી બધા સુખ પ્રાપ્ત થાય.

- તેમનાથી બચો જે તમારા મોઢા પર તો મીઠી વાત કરે છે પણ પાછળથી બરબાદ કરવાની યોજના બનાવે છે આવુ કરનારા એ ઝેરના ઘડા સમાન છે જેનુ ઉપરનુ પડ દૂધથી ઢંકાયેલુ હોય છે.


P.R
છળ કરવુ, બેવકૂફી કરવી, લાલચ, નિર્દયતા, અપવિત્રતા, કઠોરતા અને ખોટુ બોલવુ એ સ્ત્રીઓના નૈસર્ગિક દુર્ગુણો છે.

- એ વ્યક્તિને ધરતી પર જ સ્વર્ગ મળી જાય છે જેમનો

પુત્ર આજ્ઞાકારી હોય છે
જેમની પત્ની તેની ઈચ્છા મુજબ વ્યવ્હાર કરે છે
જેના મનમા પોતાના કમાવેલ ધનને લઈને સંતોષ હોય છે.

- એ ગૃહસ્થ ભગવાનની કૃપાને મેળવી ચુકે છે, જેના ઘરમાં આનંદદાયી વાતાવરણ છે. બાળકો ગુણી અને પત્ની મધુર ભાષામાં બોલે છે.