ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

વર્લ્ડ સ્પેરો ડે - ચકા-ચકી આજે ઈતિહાસ બની ગયા છે...

P.R


આજે વિશ્વ ચકલી દિવસ છે. ગુજરાતમાં નાની અને અત્યંત સુંદર પક્ષી ચકલીની ચી..ચી... આજે લુપ્ત થઇ ગઈ છે. પરંતુ ગણ્યા ગાઠયા લોકો સિવાય તેની નોંધ સુદ્ધા કોઈએ લીધી નહિ. બાળપણમાં વાર્તા સાંભળતા ત્યારે ચકલી ચોખાનો અને ચકો મગનો દાણો લાવતો ત્યારે લાગતું કે આ ચકલી કેટલી સારી રસોઈ બનાવી શકતી હશે અને બાળ મન કોને ખબર કેવા કેવા વિચારો એ ચઢી જતું. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસે જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે ઘર ચકલી હવે કેમ દેખાતી નથી.

જો આપણે જાગૃત નહિ થઈએ તો કદાચ ઘર ચકલી માત્ર પાઠ્ય પુસ્તકો પુરતી જ સીમિત રહી જશે. એક સમય હતો કે ઘરમાં માળો બાંધતી ચકલી અને તેના બચ્ચા એ જે અપાર સુખ આપણને આપ્યું છે તેને કોઈ કરી રીતે નકારી શકે.
તમે બાળપણમાં મમ્મી પપ્પાના મોઢેથી વાર્તા તો સાંભળી હશે કે .. ચકી લાવી ચોખાનો દાણો, ને ચકો લાવ્યો તુવેરનો દાણો પરંતુ વર્તમાન સમયે ચકા-ચકી ટૂંકી વાર્તાઓમાં એક પાત્ર સમાન બની ગયા છે. જીવંત દર્શન ચકલીના દુર્લભ થઈ ગયા છે. જોકે ગામડાંઓમાં કદાચ ચકલી જોઈ શકાય પરંતુ શહેરી વિસ્તારોમાં ચકલી જેવી અશક્ય બની જવા પામ્યું છે. ભવિષ્યમાં તમે જ્યારે બાળકોને જો આવી વાર્તા સંભળાવશો તો તેઓ પૂછશે કે ચકા ચકી કેવા દેખાય ત્યારે તમારે એ ચકા ચકીનું વર્ણન કરવુ મુશ્કેલ બની જશે.

ગુજરાતભરમાં ગણ્યાગાંઠ્યા વિસ્તારોમાં ઘર ચકલી દેખાય છે, બાકી ગુજરાતમાં આલીશાન બિલ્ડીંગ અને મોલની વચ્ચે આ સુંદર પક્ષી એવું તો રિસાયું કે કુદરતના કાળક્રમની વિરુદ્ધ જઈને તેણે ખેતર અને ખુલ્લી જગ્યા તરફ પ્રયાણ કર્યું. જે ચકલી માનવજાત અને તેની રહન સહનથી સુપેરે વાકેફ હતી અને એટલે જ તેને આપણે ઘર ચકલી કહેતા હતા તેણે માનવજાત સાથે નાતો તોડીને એકલું અટુલું જીવવાનું કેમ પસંદ કર્યું હશે ?, તેના વર્તનમાં આટલો મોટો ફેર કેમ જોવા મળે છે તે માટે ગુજરાતના નામી પક્ષી પ્રેમી દ્વારા ખુબ અસરકારક રીતે કાર્ય હાથ ધરાયું છે જેમાં એક વાતએ પણ બહાર આવી કે ચકલીને માનવવસ્તીની વચ્ચે રહેવું ગમે છે અને આ એક જ પક્ષી એવું છે જે માનવનું મિત્ર થઇ રહે છે. પરંતુ કાળક્રમે ગુજરાતમાં જૂની ઢબના મકાનો રહ્યા નહિ તેને પરિણામે ચકલી માનવવસ્તીથી દૂર જઈ બેઠી છે.