શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

શાંત દરિયો

N.D
આજે ફરી સવારથી જ સુનીલના પપ્પાએ ઘરને યુધ્ધનુ મેદાન બનાવી દીધુ હતુ. દરેક વાતને બરાડી-બરાડીને કહી રહ્યા હતા. પોતાના નિત્ય કાર્યોમા અટવાયેલી જયા ચુપચાપ સાંભળતી હતી. ઓફિસે જવાના સમય સુધી સાંભળવુ જ પડશે, ટેવ જો પડી ગઈ હતી.

ટિફિન બંધ કરતા-કરતા કાનમાં અવાજ ટકારાયો. કોઈ પણ વસ્તુ જગ્યાએ નથી મળતી, અરે મારી ફાઈલ ક્યા છે ? જયાને યાદ આવ્યુ કે રાત્રે ટીવી જોતા તેમના જ હાથમાં હતી. એ જલ્દી ત્યાં ગઈ અને ફાઈલ લાવીને તેમને પકડાવી દીધી. ફાઈલ લેતી વખતે ખરાબ ગાળ આપીને એ નીકળી ગયા.

N.D
હવે જયાની સહનશીલતા જવાબ આપી ચૂકી હતી. મન હલ્કુ કરવાના ઈરાદે એ સુનીલના રૂમમાં જવા લાગી. આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. સુનીલ માથુ નમાવી વાંચવામાં મસ્ત હતો. 'જોયુ આજે ફરી તારા પપ્પાએ કોહરામ મચાવી દીધો. ક્યારનીય જતી રહેતી જો તારી ચિંતા ન હોત તો. ....'

ઉભરાયેલા આંસુને રોકીને એ પાછી જવા વળી એટલામાં સુનીલે બૂમ પાડી મમ્મી........ તુ કંઈ કહી રહી હતી મને ? જયાએ જોયુ તો એ પોતાના કાનમાંથી ઈયરફોન કાઢી રહ્યો હતો. નહી...કંઈ જ નહી..કહીને એ પાછી રસોડામાં જવા વળી ગઈ.

વિનિતા મોટલાની