બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

કચુમર રાયતા

N.D
સામગ્રી - 2 કપ ઘટ્ટ દહી ફેંટેલુ, 1 બાફીને ઝીણુ સમારેલુ બટાકુ, 1 ટામેટુ, 1 ડુંગળી અને થોડા લીલા વટાણાના દાણા, અડધુ ગાજર, અડધો મૂળો, અડધી કાકડી છીણેલી, મીઠુ, લાલ મરચાંનો પાવડર, ખાંડ, ફુદીનો, મીઠુ સ્વાદ મુજબ, કઢી લીમડો, અડધો ટી સ્પૂન તેલ અને રાઈ.

બનાવવાની રીત - દહીંમાં બધા મસાલા મિક્સ કરી લો. ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો. મટર 1 મિનિટ ઉકાળેલા પાણીમાં મુકીને પાણી નિતારી ઠંડા કરી લો. બધી સામગ્રી દહીંમાં મિક્સ કરી લો. ગરમ તેલમાં રાઈ તતડાવી કઢી લીમડાંના પાન નાખીને દહી ઉપર ફેલાવી દો. રોટલી કે પરાઠા સાથે કચુંબર રાયતા સર્વ કરો.