શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ગુજરાતી વાનગી : ટામેટા-કેળાનું શાક

P.R
સામગ્રી : 1-2 કાચા કેળા, 1 મોટું ટામેટું, વઘાર માટે જીરું, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી વરિયાળી, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી તેલ, કાળા મરીનો પાવડર, હળદર.

બનાવવાની રીત : સૌથી પહેલા કાચા કેળાને પ્રમાણસર બાફીને એકસમાન ટૂકડાંમાં કાપી લો. હવે ટામેટું છીણી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ટામેટા નાંખી ગ્રેવી તૈયાર કરો. જ્યારે ગ્રેવી તૈયાર થઇ જાય એટલે તેમાં બાફેલા કેળાના ટૂકડાં ઉમેરો.

હવે ઉપરથી હળદર, મીઠું, કોથમીર, કાળા મરીનો પાવડર નાંખી સારી રીતે મિક્સ કરો. તો તૈયાર છે ટેસ્ટી ટામેટા કેળાનું શાક. ગરમાગરમ રોટલી સાથે આનો સ્વાદ માણો.