ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ડાયટિંગ રેસીપી - વેજીટેબલ સલાડ

P.R
આજકાલ લોકો ભોજન ઓછું અને સેલેડ વધુ ખાવાનું પસંદ કરે છે. સેલેડમાં કેલરી બહુ ઓછી હોય છે જેને ખાવાથી આપણને પૌષ્ટિક તત્વો પણ સારા પ્રમાણમાં મળે છે. એવા ઘણાં લોકો જોવા મળે છે જેઓ ડાયટિંગ કરતી વખતે સાદું સેલેડ ખાય છે. તમે તેમાં બાફેલા શાકભાજી ઉમેરી શકો છો કારણ કે બાફેલા શાકભાજીમાં પ્રોટીન અને વિટામિનનું પ્રમાણ વિશેષ હોય છે.

સામગ્રી - 3થી 4 બટાકા, 1 ડુંગળી, 100 ગ્રામ કોબીજ, 1 કાકડી, 1 ગાજર, 4 બ્રોકલી, 1 ટામેટું, 2 લીલા મરચાં, 2 ચમચી લીંબુ રસ, 1 ચમચી કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર સંચળ, અડધી ચમચી મીઠું, પ્રમાણસર બારીક કાપેલી કોથમીર.

બનાવવાની રીત - બટાકાને સારી રીતે બાફી લો અને ઠંડા કરી છોલી લો. બટાકાને એકસરખા ચાર ભાગમાં કાપી લો. હવે એક વાટકામાં અડધઆ બટાકા, ડુંગળી, કોબીજ, કાકડી, બ્રોકલી, ટામેટા અને લીલા મરચાંને એક ચમચીથી મિક્સ કરી દો. હવે તેમાં મીઠું, કાળા મરીનો પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને સંચળ મિક્સ કરો. તો તૈયાર છે તમારું પોટેટો સેલેડ. હવે ઉપરથી કાપેલી કોથમીરથી ગાર્નિશ કરી પીરસો.