શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

પંજાબી વાનગી - પનીર ભુરજી

સામગ્રી - 100 ગ્રામ લીલી કોથમીર(બારીક કાપેલી), 500 ગ્રામ તાજું પનીર, 200 ગ્રામ ડુંગળી, 10 ગ્રામ આદું, 1 ચમચો કાપેલા લીલા મરચાં, ચપટી હળદર, 250 ગ્રામ કાપેલા ટામેટા, દોઢ ચમચા દેશી ઘી.

બનાવવાની રીત - એક મોટા વાસણમાં પનીરને બરાબર મસળી લો કે પછી સાવ નાના-નાના ટૂકડાં કરીને અલગ રાખો. આદુંને સાફ કરી પીસી લો.

કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાપેલી ડુંગળી નાંખી સોનેરી રંગની થાય ત્યાંસુધી સાંતળો. હવે તેમાં કાપેલા ટામેટા, આદું, લીલા મરચાં નાંખી સાંતળો. ઉપરથી હળદર અને મીઠું છાંટી ટામેટા ઓગળે ત્યાંસુધી સાંતળો. પછી તેમાં પનીર નાંખી એ રીતે હલાવો કે બધું મિશ્રણ એકસાર થઇ જાય. દસ મિનિટ સુધી ગેસની ચાલુ આંચે રંધાવા દો. પછી તેને ગેસ પરથી ઉતારી લીલી કોથમીરના પાંદડાની ગાર્નિશ કરી સર્વ કરો.