મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

પનીર કોરમા

P.R
સામગ્રી: 250 ગ્રામ પનીર, 4 ટમેટા, 3 ડુંગળી. આદુ 1 લાંબો ટુકડો, 2 લીલા મરચા, 1 કપ માવો, 1 કપ મલાઈ (ક્રિમ)
1/2 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન ઘી, નમક, સ્વાદ અનુસાર

બનાવવાની રીત: સૌ પ્રથમ પનીરને નાના ચોરસ ટુકડામાં સમારી લો. હવે બીજી બાજુ ડુંગળી, ટમેટા, આદુ અને લીલા મરચાંને પીસીને જુદુ મુકો. માવાને છીણી લો.

એક પેન અથવા કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં ડુંગળી અને ટમેટાની પેસ્ટ ઉમેરીને સારી રીતે સાંતળો, આ ગ્રેવીમાંથી ઘી છૂટુ ન પડે ત્યા સુધી તેને મધ્યમ આંચ પર સાંતળો. હવે તેમાં માવો અને મલાઈ મિક્સ કરો. 2 મિનીટ સુધી પાકવા દો. આ મિશ્રણમાં મીઠું, લાલ મરચાંનો પાવડર, હળદર અને ગરમ મસાલો ઉમેરીને સારી રીતે હલાવો. ત્યાર બાદ પનીરના ટુકડા ઉમેરીને સાથે 1/2 કપ પાણી મિક્સ કરો. ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યા સુધી પાકવા દો. ગરમા ગરમ પનીર કોરમા પરાઠા સાથે સર્વ કરો.