ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ફુદીનાની ઈડલી

N.D
સામગ્રી - ફુદીનો 1 મોટી ચમચી, ઈડલી મિક્સ 2 વાડકી, લીલા મરચાં અને આદુનુ પેસ્ટ 1 ચમચી, ખાટુ દહી અડધી વાડકી, ઈનો સોલ્ટ 1 ટી સ્પૂન, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - ફુદીનાને સાફ કરીને ઝીણો સમારી લો. ઈડલી મિક્સને દહીંમાં મીઠુ નાખીને મિક્સ કરી એક કલાક માટે મુકી રાખો, જેથી તેમા થોડો આથો આવે. હવે તેમાં ઈનો સોલ્ટ, લીલા મરચા અને આદુનુ પેસ્ટ તેમજ ફુદીનો નાખીને એક દિશામાં પાંચ મિનિટ સુધી ફેંટો. આ મિક્સને ઈડલીના સાંચામા નાખીને 20 થી 25 મિનિટ સુધી થવા દો. ઠંડુ થતા કાપો અને વધારીને સર્વ કરો.