શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

મસાલા પનીર વિથ બટર

P.R
સામગ્રી : :250 ગ્રામ પનીર
200 ગ્રામ તાજુ ક્રિમ
200 ગ્રામ ટમેટાની પ્યૂરી
2-3 ટેબલસ્પૂન માખણ
2 ટેબલસ્પૂન સૂકી મેથીના પત્તા
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
2-3 લીલા મરચા
સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત: એક પેનમાં માખણને ગરમ કરો. તેમાં લીલા મરચાં, ટમેટાની પ્યૂરી, કસૂરી મેથી (સૂકી મેથીના પત્તા), લાલ મરચાંનો પાવડર ઉમેરો અને 4-5 મિનીટ સુધી સાંતળો.

હવે તેમાં ક્રિમ અને ગરમ મસાલો ઉમેરો અને વધુ 2-3 મિનીટ સુધી પાકવા દો. હવે તેમાં પનીરના ટુકડા ઉમેરીને વધુ એક મિનીટ સુધી પાકવા દો. તૈયાર છે પનીર મખ્ખનવાલા. લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.