શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

સાબુદાણાનો ચેવડો

N.D
સામગ્રી - 100 ગ્રામ નાયલોન સાબુદાણા, 50 ગ્રામ બટાકાનું છીણ 150 ગ્રામ વાટેલા કે દળેલા મગફળીના દાણા, મીઠુ સ્વાદમુજબ, લાલ મરચાનો પાવડર એક મોટી ચમચી અને 2 મોટી ચમચી દળેલી ખાંડ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ સાબુદાણાને ગરમ તેલમાં નાખીને ફુલાવી લો. ત્યાર પછી બટાકાનુ સૂકુ છીણ પણ તેલમાં તળો. હવે તેમા વાટેલા મગફળીના દાણા, લાલ મરચુ-મીઠુ અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો. સાબૂદાણાનો ચેવડો તૈયાર છે. આ ચેવડો તમે ચા સાથે સર્વ કરી શકો છો.