શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

સ્પાઈસી નૂડલ્સ ટોપલી

N.D
સામગ્રી - નૂડલ્સ(બાફેલા) 100 ગ્રામ, મીઠુ એક નાનકડી ચમચી, કોર્નફ્લોર 2-3 મોટી ચમચી, તેલ 2 મોટી ચમચી.

ભરવા માટે - કાચા કેળા(બાફેલા)10-12, લીલા ધાણા 25 ગ્રામ, ફુદીનો 25 ગ્રામ, લીલા મરચાં 5-6, આદુનો એક નાનકડો ટુકડો, મીઠુ સ્વાદમુજબ, લીંબૂનો રસ સ્વાદમુજબ, હીંગ ચપટી, જીરુ 1 નાનકડી ચમચી, તેલ 1 નાની ચમચી, ટોપિંગ માટે ઝીણી સેવ.

બનાવવાની રીત - એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ નાખીને પાણી ઉકાળો. પાણી સારી રીતે ઉકળે કે તેમાં નુડલ્સ નાખો. તેને થોડી કાચી જ રાખો. નુડલ્સ કાઢીને તરત જ તેને એક ચાયણીમાં નાખો અને સીધી ઠંડી પાણીમાં નાખો. હવે ઠંડા પાણીમાંથી નુડલ્સ તરત જ કાઢીને પાણી નીતારવા મુકો. મીઠુ,કોર્નફ્લોર મિક્સ કરીને ટોપલી જેવુ બનાવી લો. કાચા કેળા સિવાયની બધી સામગ્રી વાટીને તેની ગ્રીન પેસ્ટ તૈયાર કરો. કેળાની પણ પેસ્ટ બાનવી અલગ મુકો. ટોપલીને તેલમાં તળી લો. હવે એક કઢાઈમાં બે ચમચી તેલ નાખીને ગ્રીન પેસ્ટ સાંતળી લો. તેલ છુટુ પડે કે મેશ કરેલા કાચા કેળા નાખીને સાંતળો. હવે ટોપલીમાં સેવ નાખો તેમા તૈયાર કેળાનુ પેસ્ટ નાખો, સેવ ભભરાવો અને સર્વ કરો.