ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સ્વીટ કોર્ન ઢોકળા

P.R
સામગ્રી : 2, સ્વીટ કોર્ન, 1 કપ સોજી, 1 કપ દહીં, 3/4 નાની ચમચી મીઠું, 1 ઇંચનું આદું-પીસેલું, 1 લીંબુ, 3/4 નાની ચમચી ઈનો પાવડર, 2-3 ટેબલસ્પૂન તેલ, 1 નાની ચમચી રાઈ, 10-12 લીમડાના પત્તા, 1-2 કાપેલા લીલા મરચાં, બારીક કાપેલી કોથમીર.

બનાવવાની રીત : દહીંને ફેંટીને સોજીનો લોટ તેમાં સારી રીતે મિક્સ કરી લો. સ્વીટ કોર્નને ક્રશ કરી તેનું ક્રીમ જેવું મિશ્રણ તૈયાર કરી લો. દહીં અને સોજીના મિશ્રણમાં સ્વીટ કોર્ન ક્રીમ, મીઠું અને આદુંની પેસ્ટ મિક્સ કરી લો. મિશ્રણમાં લીંબુનો રસ નીચોવી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે 5 મિનિટ માટે રહેવા દો.

ઢોકળા રાંધવા માટે એક એવું વાસણ લો જેની અંદર ઢોકળાની થાળી મૂકી શકો. વાસણમાં અઢી કપ પાણી નાંખી ગરમ કરો. પાણીમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો જેની ઉપર તમે ઢોકળાની થાળી મૂકી શકો. વાસણને ઢાંકી દો જેથી તેમાં ઝડપથી વરાળ બનવાની શરૂ થાય. બીજી તરફ થાળીમાં તેલ ચોપડી ચીકણી કરો.