બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

હાંડી ભાત

P.R
સામગ્રી : 3/4 કપ તુવેરની દાળ, 1 કપ ચોખા, 4 ચમચી ઘી, પ્રમાણસર જીરું, 3થી 4 લવિંગ, મરી, તમાલપત્ર, ડુંગળીની સામાન્ય સ્લાઇઝ, એક ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, પ્રમાણસર બટાકા-એક ઇંચના પીસમાં કપાયેલા, 1/2 ચમચી હળદરનો પાવડર, 1 ચમચી લાલ મરચાનો પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 2 લીલા મરચાં, મીઠું-સ્વાદાનુસાર, 2 ટામેટાની પ્યૂરી, 2 ચમચી કોથમીર-કાપેલી,

બનાવવાની રીત : સૌથી પહેલા તુવેરની દાળને ત્રણ કલાક માટે પાણીમાં પલાળી રાખો. હવે માટીની હાંડીમાં ઘી ગરમ કરી તેમાં જીરું, લવિંગ, મરી, તમાલપત્ર નાંખી વઘાર કરો. તેમાં ડુંગળી, લસણની પેસ્ટ નાંખી થોડી મિનિટ ફ્રાય થવા દો. હવે તેમાં બટાકાના ટૂકડા નાંખી મિક્સ કરો. થોડીવાર રંધાવા લઇ દાળ અને ભાત પણ આ મિશ્રણમાં નાંખો અને થોડી થોડી વારે સારી રીતે મિક્સ કરતા રહો.

ઉપરથી હળદરનો પાવડર, મરચાનો પાવડર, ગરમ મસાલો, લીલું મરચું નાંખી ફરીથી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં પાંચ કપ પાણી અને પ્રમાણસર મીઠું નાંખો. હવે હાંડી પર ઢાંકણ ઢાંકી ધીમે આંચે રંધાવા દો. મિશ્રણ લગભગ ચઢી જવાની સ્થિતિમાં આવી જાય એટલે તેમાં ટામેટાની પ્યૂરી, કોથમીરના પત્તા નાંખી મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મેશ કરો. ફરીથી ઢાંકી આઠ-દસ મિનિટ સુધી પકાવો. તૈયાર છે તમારો હાંડી ભાત. આ ભાતને માટીના જ વાસણમાં સર્વ કરો