બેસન કોકોનટ ખાંડવી

khandvi
Last Modified સોમવાર, 28 એપ્રિલ 2014 (16:25 IST)

સામગ્રી-
ચણા નો લોટ- 2 વાટકી,
દહી- 1 વાટકી,
હળદર- 1/4 ચમચી,
મીઠું સ્વાદ્પ્રમાણે,
આદુંપેસ્ટ 1/4 ચમચી,
સમારેલુ કોથમીર,
લીમડો-7-8,
હીંગ- ચપટી,
નારિયેળ -2 ચમચી છીણેલું,
સરસિયાનું તેલ એક ચમચી,
સમારેલા લીલા મરચા

બનાવવાની રીત- સૌથી પહેલા દહીને ફેટી તેમાં ચણાનો લોટ પ્રમાણે પાણી મિક્સ કરો. પછી એમાં હળદર,મીઠું સ્વાદ્પ્રમાણે, આદુંપેસ્ટ
નાખી ખીરુ બનાવી લો.

હવે એક પેનમાં થોડું તેલ લગાવી તેમા આ ખીરુ નાખી 9-10 મિનિટ સુધી સીઝવા દો.. જ્યારે થઈ જાય ત્યારે ખીરુ કડાહીમાંથી બાહર કાઢો. ધ્યાન રાખો કે ખીરુ વધારે ઘટ્ટ ના થાય. નહિતર પાતળી પરત નહી બને.


થાળીમાં તેલ લગાવી આ મિશ્રણને સારી રીતે પાતળુ ફેલાવી દો . પછી છરીથી લાંબા કાપ કરો . 7-8 મિનિટ પછી આ મિશ્રણ ઠંડુ થાય તો એમાં છીણેલુ નારિયેળ,લીલા મરચાનુ પેસ્ટ અને સેકેલા તલ મિક્સ કરી એના પર ફેલાવી દો . કાપેલી પટ્ટીનો રોલ બનાવી એક ડિશમાં મુકો હવે પૈનમાં તેલ ગર્મ કરી સરસિયાના તેલનો વઘાર કરી લીમડો નાખી રોલ ઉપર ફેલાવી દો.
સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.


આ પણ વાંચો :