શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (18:44 IST)

Aloo Pyaz Kachori - બટાકા-ડુંગળીની કચોરી

કચોરી ખાવાનુ મન છે તો આ વખતે બનાવો બટાકા ડુંગળીની કચોરી.. વિશ્વાસ કરજો તમારી ફેમિલી ખુશ થઈ જશે. 
જરૂરી સામગ્રી - 250 ગ્રામ મેદો, 2 બાફેલા બટાકા, 2 ડુંગળી ઝીણી સમારેલી, દોઢ ચમચી બેસન, 1 નાની ચમચી વરિયાળી, 1 મોટી ચમચી ઝીણી સમારેલા ધાણા, 1 નાની ચમચી આખા ધાણા, 1 નાની ચમચી આમચૂર પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો. 1 નાની ચમચી લાલ મરચાનો પાવડર મીઠુ સ્વાદમુજબ અને તળવા માટે તેલ . 
 
બનાવવાની રીત - બટાકા ડુંગળીની કચોરી બનાવવા માટે સૌ પહેલા એક બાઉલમાં મેદો મીઠુ અને તેલ નાખીને સારી રીતે લોટ બાંધી લો. મીડિયામ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. 
- તેલના ગરમ થતા જ ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સેકી લો. 
- ડુંગળી સોનેરી થતા જ તેમા બેસન, આખા ધાણા, વરિયાળી, આમચૂર પાવડર, ગરમ મસાલો, મઈઠુ અને લાલ મરચુ નાખીને ચમચેથી હલવતા 2 મિનિટ સુધી સેકો. 
- હવે બાફેલા બટાકાને મસળીને આ મિશ્રણમાં મિક્સ કરો અને બીજીવાર 2 મિનિટ સુધી સેકતા ગેસ બંધ કરી દો. 
- હવે બાંધેલા લોટની નાની-નાની તોડી રોટલી વણી લો. 
- રોટલીને વચ્ચે કચોરીનુ ભરાવન ભરો અને પોટલી બનાવતા ચારેબાજુથી બંધ કરી દો. 
- હળવે  હાથેથી કચોરી દબાવતા ફેલાવો. 
- મીડિયમ તાપ પર એક કડાહીમાં તેલ ગરમ કરવા માટે મુકો. 
- તેલ ગરમ થતા જ બધી કચોરીઓ તળી લો. 
બટાકા-ડુંગળીની કચોરી તૈયાર છે હવે તમારી પસંદગીની ચટણીની સાથે ગરમાગરમ સર્વ કરો.