મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શનિવાર, 20 ઑગસ્ટ 2016 (15:48 IST)

મસાલેદાર રેસીપી - ભિંડાનુ સાલન

ભિંડાનુ એક જેવુ શાક ખાઈને બોર થઈ ગયા હોય તો હવે બનાવો મસાલેદાર સાલન. જાણો શુ છે ભિંડાનુ સાલન બનાવવાની રીત... 
સામગ્રી -  ભિંડા 250 ગ્રામ, 3 મીડિયમ સાઈઝની ડુંગળી, 2 મોટી ચમચી આદુ-લસણનું પેસ્ટ, 2 નાની ચમચી આમલીનુ પેસ્ટ, અડધી નાની ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી રાઈના દાણા. મીઠુ સ્વાદમુજબ, 4 મોટી ચમચી તેલ, 3 મોટી ચમચી તલ. 2-3 મોટા ચમચા નારિયળનું છીણ, 3 મોટી ચમચી મગફળી, 2 મોટી ચમચી આખા ધાણા, 4 આખા લાલ મરચા, 5-6 કઢી લીમડાના પાન. 
 
બનાવવાની રીત -   ભિંડાને ધોઈને હળવો ચીરો લગાવી લો. હવે એક પેનને ધીમા તાપ પર મુકો અને બધા સૂકા મસાલાને સુગંધ આવતા સુધી સેકી લો.  મસાલાને ઠંડા કરો અને મિક્સરમાં વાટી લો. એક કઢાહીમાં એક મોટી ચમચી તેલ ગરમ કરો અને ડુંગળીને સ્લાઈસ કરીને સેકી લો. તેનુ પણ પેસ્ટ બનાવી લો.  બચેલા તેલમાં ભિંડાને તળીને કાઢી લો.  પછી તેમા 3 ચમચી વધુ તેલ નાખો અને ગરમ થતા રાઈ કઢી લીમડો નાખીને તતડાવો. પછી તેમા આદુ-લસણનું પેસ્ટ નાખો અને સારી રીતે સેકો. 
 
ડુંગળીનુ પેસ્ટ, મીઠુ અને સુકો વાટેલો મસાલો નાખો અને સારી રીતે સેકો. તેમા બે કપ પાણી નાખીને ઉકાળો. આમલીનું પેસ્ટ નાખીને બે મિનિટ ઉકાળો. તળેલી ભીંડી નાખીને ઉતારો અને ઢાંકી દો.  10 મિનિટ પછી ભિંડાનુ સાલન રોટલી કે ભાત સાથે સર્વ કરો.