શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 28 નવેમ્બર 2016 (14:04 IST)

ગાજર પાલકનું હેલ્ધી સૂપ

સામગ્રી- ગાજર 1/2  કપ પાલક 1/2 કપ સમારેલા બટાટા 1/2 કપ સમારેલા ડુંગળી 1/2 કપ માખણ 2 ચમચી સમારેલાં ડુંગળી 1/4 કપ દૂધ 1/2 કપ મીઠું અને કાળી  મરી સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત - ગાજર ,બટાટા અને ડુંગળીને 1/2 કપ પાણીમાં નાખી અને પ્રેશર કૂકરમાં ત્રણ સીટી લગાવી દો.આને પૂર્ણ રીતે ઠંડુ થવા દો. પછી એને મિક્સીમાં વાટી લો અને જુદી મુકી દો. એક કઢાઈમાં માખણ ગરમ  કરો એમાં ડુંગળી નાખી અને બે મિનિટ માટે ફ્રાઈ કરો. હને એમાં સમારેલ પાલક નાખી અને ધીમા તાપે એક મિનિટ માટે રાંધો. હવે ગાજર બટાટાનું  પેસ્ટ એમાં નાખો . તેમાં 1/4 કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરો અને એક મિનિટ માટે રાંધો. હવે દૂધ નાખી મિક્સ કરો અને થોડીવાર થવા દો. આખરે મીઠું અને કાળી મરી નાખી અને 5-10 મોનિટ સુધી રાંધો અને ગર્મ-ગર્મ સર્વ કરો.