બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (17:05 IST)

5 મિનિટમાં બનાવો ક્રિસ્પી ડોસા

ડોસા માટે આમ તો રાત્રે જ મિશ્રણ તૈયાર કરીને રાખવુ પડે છે. પણ આ ડોસાને બનાવવામાં લાગશે ફક્ત 5 મિનિટ. કારણ કે મિશ્રણ બનાવીને રાખવામાં ઝંઝટ જ નથી... 
 
જરૂરી સામગ્રી - 1 કપ રવો, 2 કપ ચોખાનો લોટ, મીઠુ સ્વાદમુજબ, 1 ચમચી લાલ મરચાનો પાવડર, જરૂર મુજબ પાણી, 1 ચમચી તેલ. 
 
બનાવવાની રીત - રવો અને ચોખાના લોટમાં મીઠુ અને લાલ મરચુ નાખીને સારી રીત મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. 
- ધીમા તાપ પર એક નોટ સ્ટિક પેન મુકો અને તેમા તેલના થોડા ટીપા નાખો. 
- તેલ ગરમ થઈ જતા ચમચીથી મિશ્રણ નાખીને તેને ફેલાવી લો પછી ઢાંકીને 2-3 મિનિટ સુધી થવા દો. 
- થોડી વાર પછી ઢાંકણ હટાવો ડોસાને પલટીને બીજી બાજુ પણ સેંકી લો. 
- તૈયાર રવા ડોસાને નારિયળ કે ટામેટાની ચટણી સાથે સર્વ કરો.