આ રીતે બનાવો હોટલ જેવી દાળ ફ્રાય

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (15:29 IST)

Widgets Magazine

દાળ બનાવવાની રીત-
સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, , 1 ચપટી મેથી, લસણ2-3 કળી , 1 નાની ડુંગળી, તલનું તેલ, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર,  ગરમ મસાલો,  ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.
બનાવવાની રીત : તુવેરની દાળને પાણીમાં એક કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ વઘાર માટે તેલ લેવું. આ તેલ ગરમ થાય એટલે એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું. હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને નાખી સંતાળવું. પછી તેમાં લસણની કૂટીને નાખવું પછી તેમાં ડુંગળી નાંખવી. હવે આ મિશ્રણને 5 મિનિટ થવા પછી તેમાં બધા સૂકા મસાલા(હળદર,લા મરચા પાઉડર,ધાણાજીરુ,ગરમ મસાલો,મીઠું અને કાળા મરીનો ભૂકો)   સાથે ટમેટા નાખવું. ટમેટા નરમ થાય ત્યાં સુધી શેકવું જરૂર હોય તો વચ્ચે થોડું પાણી નાખી શકો છો. ટમેટા અને બધા મસાલા શેકાઈ તો તેમાં બાફેલી દાળ નાખવી. દાળમાં જેટલું પાણી હોય એ જ વાપરવું હોય તો સારું ગુજરાતી દાળથી થોડું ઘટ્ટ હોય છે જો જરૂર હોય તો જ પાણી નાખવુ પણ તેને પણ ઠંડુ નહી પણ ગરમ કરીને નાખવું.  આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, સૌથી છેલ્લે જરૂરિયાત મુજબ લીંબુનો રસ ઉમેરવો.તૈયાર છે દાળ ફ્રાય Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઈ

news

ગુજરાતી રેસીપી- માવા પનીરની ત્રિરંગી બરફી

સામગ્રી 500 ગ્રામ તાજો ખોયા કે માવો 450 ગ્રામ ખાંડ 150 ગ્રામ ફ્રેશ પનીર અડધી ચમચી ...

news

નાગ પાચમ માટે ખાસ - દાળ બાટી બનાવવાની સરળ રેસીપી

આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ ...

news

ચોમાસામાં નાસ્તામાં સર્વ કરો ગરમા ગરમ આલુ-મટર ટિક્કી

ચોમાસાની ઋતુમાં લીલી ચટણી સાથે ટિક્કી ખાવાની મજા જ અનોખી છે. જો તમે પણ આ ઋતુમાં ટિકિયા ...

news

વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ

જો તમને ભૂખ લાગી છે અને તમે કંઈક ઈંસ્ટૈટ બનાવવા માંગો છો તો તમારે માટે છે આ સ્વાદિષ્ટ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine