શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2017 (17:33 IST)

આ દેશમાં બેન છે સમોસા

જે વસ્તુઓને તમે અને તમારા બાળકો ખૂબ પ્રેમથી ખાવ છો એ અનેક દેશોમાં બેન છે. જેની પાછળનુ કારણ તમને ચોંકાવી દેશે. આજે અમે તમને બતાવી રહ્યા છે આવી જ વસ્તુઓ વિશે.. વાંચો ક્યા શુ ખાવાની મનાઈ છે. 
 
ખુલ્લુ દૂધ અને બદામ - આપણા દેશમાં મોટાભાગની ખાવા-પીવાની વસ્તુઓ ખુલ્લામા વેચાય છે. જેમા દૂધ સૌથી વધુ છે. આ ઉપરાંત અનેક એવી વસ્તુઓ છે જે મોટાભાગે ખુલ્લામાં જ વેચાય છે.  પણ અમેરિકામાં મોટાભાગની વસ્તુઓના વેચાણ પર રોક છે. ત્યા ખુલ્લુ દૂધ નથી વેચાતુ.  બીજી બાજુ યૂએસના 22 રાજ્યોમાં બદામ ખુલ્લામાં વેચવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. 
 
વેજિટેરિયન ફૂડ - આપણી ત્યા મોટાભાગની શાળાની કૈટીનોમાં નોન-વેજિટેરિયન ફૂડ આપવામાં આવતા નથી.  પણ ફ્રાંસની શાળાની કૈટીનોમા વેજીટેરિયન ફૂડ બેન છે. આની પાછળનુ કારણ એ બતાવ્યુ છે કે  બાળકોને જરૂરી પોષક તત્વ માંસાહારી ખોરાકમાંથી જ મળી શકે છે. 
 
શેપના ચક્કરમાં સમોસા બેન - સમોસા વિશે આ માહિતી તમને ચોંકાવી દેશે. અનેક દેશોમાં સમોસા ખૂબ પ્રેમથી ખાવામાં આવે છે અને આપણા દેશના દરેક શહેરના ગલી મહોલ્લામાં સૌથી વધુ વેચાય છે.  પણ સોમાલિયામાં આ વર્ષ 2011થી સંપૂર્ણ રીતે બેન છે. જેનુ કારણ તેના શેપને લઈને જોડાયેલ આપત્તિને બતાવી છે.  જેને એક સમુદાય વિશેષે ઉઠાવી હતી. 
 
ટોમેટો સોસ - જો ચાઉમીન, મોમોસ, બ્રેડ બર્ગર પિજ્જા અને ફ્રેંચ ફ્રાઈઝ તમને સોસ વગર આપવામાં આવે તો શુ તમે ખાઈ શકશો. કદાચ નહી. પણ ફ્રેંચ ફ્રાઈઝના દેશ ફ્રાંસે પોતાની શાળામાં વર્ષ 2011થી ટોમેટો કેચઅપ પર બેન લગાવી રાખ્યુ છે. જેની પાછળનુ કારણ એ બતવ્યુ છે કે જૂના સમયથી ખાવામાં આવતી રીઝનલ વસ્તુઓને પ્રોત્સાહન આપવાનુ છે. 
 
ચ્યુઈંગમ પર સ્વચ્છ સિંગાપુર અભિયાન - સિંગાપુર પોતાના સાફ સ્વચ્છ વાતાવરણને કારણે ઓળખાય છે. અહી ગંદકી ન ફેલાય એ વાતનુ ધ્યાન રાખતા ચ્યુઈંગમ બેન કરવામાં આવ્યુ છે.  આ વાત કદાચ તમને થોડી અટપટી લાગે. પણ આ સત્ય છે.  સ્વચ્છતાને ધ્યાનમાં રાખતા સિંગાપુર સરકારે વર્ષ 1992ના રોજ પોતાના ચ્યુઈંગમને બેન કરી દીધુ હતુ. ત્યા ખુલ્લામાં ચ્યુઈંગમ ખાતા 500 ડોલરનો ફાઈન લગાવવામાં આવે છે.