ગુજરાતી રેસીપી - દૂધીનો ઓળો

બુધવાર, 15 નવેમ્બર 2017 (17:46 IST)

Widgets Magazine

જો રીંગણા ન ભાવતા હોય કે રીંગણનો ઓળો ખાતા-ખાતા કંટાળી ગયા હોય તો આજે અમારી રેસીપી વાંચો અને શેયર કરો બનાવો દૂધીનો ઓળો 
1 દૂધી
2.5 વાટકી લીલી ડુંગળી સફેદ ભાગ સહિત (લીલી ન હોય તો સૂકી ડુંગળી પણ ચાલે)
2 વાટકી ટમેટા
1 ડુંગળી 
1 ચમચો લીલા મરચા
1 લાલ સૂકું મરચું
1 તમાલપત્ર
2 ચમચા તેલ
1 ચમચી જીરું
ચપટી હિંગ
1.5 ચમચી આદું-લસણની પેસ્ટ
3 ચમચી લાલ મરચું
1 ચમચી હળદર
3 ચમચી ધાણાજીરું
1.5 ચમચી ગરમ મસાલો
મીઠું
કોથમીર
 
વિધિ- સૌપ્રથમ દૂધીની છાલ કાઢી   છૂંદો કરી લેવો. 
-હવે એક કડાઈમાં ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીમડાના પાન, તમાલપત્ર, લાલ સૂકું મરચું નાખી વઘાર કરવો.
- પછી આદું-લસણની પેસ્ટ અને ડુંગળી નાખી સાંતળવા 
- ડુંગળી સંતાળ્યા પછે તેમાં ટમેટા નાખી 1-2 મિનિટ તેલ છૂટો પડે ત્યાં સુધી સંતાડવા. 
- પછી લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો અને સ્વાદપ્રમાણે મીઠું ઉમેરી હલાવી છીણેલી દૂધી ઉમેરી મિક્સ કરી લેવું.
- કોથમીર ભભરાવી ગેસ બંદ કરી દો. 
રોટલા, ગોળ, લીલી ડુંગળી, લસનમરચાંની ચટણી, છાસ કે દહીં જોડે ગરમ ગરમ દૂધીનો ઓળો સર્વ કરવો.
તો તૈયાર છે દૂધીનો ઓળો.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

સાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા

શિયાળામાં દરેક સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસા ખાવા પસંદ કરે છે આવામાં સાંજની ચા સાથે ગરમા ...

news

આ રીતે બનાવો ગરમા ગરમ બેસનના ચીલા

ચીલા મતલબ આમલેટ.. આપણે ઈંડામાંથી બેલ આમલેટ જ નહી પણ વેજ આમલેટની વાત કરી રહ્યા છીએ. ઘણા ...

news

તુલસી-પાન નો કાઢો ઉકાળો બનાવવાની રીત

તુલસીના પાન તેનું રસ અને તેની ચાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો ઘણા રોગોથી છુટકારો ...

news

Khichdi- રાષ્ટ્રીય ભોજન બની ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી

ભારત દેશના મોટા ભાગમાં ખિચડી ખૂબ ખાવામાં આવે છે હવે ખિચડીને રાષ્ટ્રીય ભોજન રીતે પિરસવા ...

Widgets Magazine