શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2016 (16:13 IST)

હની ચિલી પોટેટો

બટાકાથી બનેલી કોઈપણ વસ્તુ હોય બાળકોને ખૂબ ભાવે છે. રોજ સાંજે બાળકોને સ્નેક્સમાં કશુ ખાવાની ફરમાઈશ કરે છે. આજે અમે તમને ઘરે જ હની ચિલી પોટેટો બનાવવાની સહેલી રીત બતાવી રહ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે જ તેને બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. 
 
સામગ્રી -  4 બટાકા લાંબા કાપેલા, 8 ટેબલ સ્પૂન મેદો, 1 શિમલા મરચુ સમારેલુ, 1 નાની ચમચી લસણનું પેસ્ટ, 2 ટેબલ સ્પૂન તલ, 1 ટેબલ સ્પૂન મધ, 1 ટેબલ સ્પૂન સોયા સોસ, 1 લીલી ડુંગળી ઝીણી સમારેલી, ચિલી સોસ, મીઠુ સ્વાદમુજબ,  તેલ જરૂર મુજબ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક વાસણમાં મેદો લાલ મરચુ પાવડર અને મીઠુ નાખીને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.  ત્યારબાદ તેમા સમારેલા બટાકા નાખી દો.  હવે કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા પહેલાથી મિક્સ કરીને મુકેલા બટાકા નાખીને ફ્રાય કરો. 
 
- એક ચમચી તેલમાં લસણ, ડુંગળી, શિમલા મરચુ નાખીને ફ્રાય કરો. પછી તેમા મીઠુ, મધ, સોયા સોસ, ચિલી સોસ નાખીને એક મિનિટ સુધી પકવો. 
 
હવે તેમા તળેલા બટાકા નાખીને સારી રીતે મિક્સ કરો.  ઉપરથી તલ ભભરાવો. તમારા હની ચિલી પોટેટો બનીને તૈયાર છે. આને સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.