ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ઘરે જ બનાવો બજાર જેવી ક્રિસ્પી - French fries

બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના ક્યુટ લુકથી સૌને દિવાના બનાવી દે છે. પણ શુ તમને ખબર છેકે ફિલ્મ ઈંડસ્ટ્રીની આ અભિનેત્રીને તમારી જેમ જ ફ્રેન્ચ ફ્રાય  પસંદ છે. 
સામગ્રી - 250 ગ્રામ બટાકા, મીઠુ સ્વાદમુજબ, ચાટ મસાલા અને તળવા માટે તેલ 
 
બનાવવાની રીત - બટાકા કાપીને એક જેવા શેપમાં કાપી લો અને પાણીમાં નાખતા જાવ. તેનાથી બટાકા કાળા પડે નહી. 5 મિનિટ સુધી સમારેલા બટાકા પાણીમાં રહેવા દો.  હવે એક વાસણમાં પાણી નાખી ગેસ પર મુકો. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે મીઠુ અને ફ્રેન્ચ ફ્રાય નાખી દો.  સારી રીતે ઉકળ્યા પછી ગેસ બંધ કરીને પાણીમાં જ ફ્રેન્ચ ફ્રાય 5 મિનિટ રહેવા દો. 
 
- હવે ફ્રેન્ચ ફ્રાયને પાણીમાંથી નિતારીને કપડાથી હળવા હાથે લુછીને પાણી સુકાય જવા દો.  પાણી સુકાય જાય પછી ફ્રેન્ચ ફ્રાય 10 મિનિટ માટે ફ્રીઝરમાં મુકી દો.   હવે ગેસ પર તેલ ફાસ્ટ તાપ પર તપાવો અને તેમા બટાકાની ફ્રેન્ચ ફ્રાય નાખીને સોનેરી તળી લો અને કિચન પેપર પર કાઢી લો. લો તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય. તેને સોસ અને ચાટ મસાલા સાથે સર્વ કરો.