ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : રવિવાર, 27 નવેમ્બર 2016 (11:36 IST)

રેસીપી - પિઝા પરાઠા

પરાઠાં તો તમે રોજ ખાતા હશો અને પિઝા પણ તમે અવારનવાર ખાતા હશો. પણ જરા વિચાર કરો આ બંને વસ્તુઓ મળીને તેની એક ડિશ બનાવવામાં આવે તો કેવુ રહેશે.  આજે અમે તમને કંઈક આ જ પ્રકારની ડિશ બતાવી રહ્યા છીએ... જેનુ નામ છે પિઝા પરાઠા. 
પરાઠા માટે સામગ્રી - મેંદો 2 કપ, મીઠુ - 1/2  ચમચી, તેલ - 2 ટેબલ સ્પૂન, ખાંડ - 1 નાની ચમચી, ડ્રાઈ એક્ટિવ યીસ્ટ - 1 નાની ચમચી. 
 
સ્ટફિંગ માટે - ફલાવર - એક કપ ઝીણુ સમારેલુ, શિમલા મરચુ - 1(ઝીણી સમારેલુ), બેબી કોર્ન - 2-3 ઝીણા સમારેલા, લીલા ધાણા - 2-3 ટેબલ સ્પૂન, મોજેરિલા ચીઝ - 50 ગ્રામ છીણેલુ, કાળા મરી - ચપટી, મીઠુ-સ્વાદમુજબ. આદુ - અડધા ઈંચનુ પેસ્ટ, 1 લીલુ મરચુ બીજ કાઢીને સમારેલા, તેલ કે ઘી પીઝા પર લગાવવા માટે. 
 
 
આગળ જાણો કેવી રીતે બનાવશો પિઝા પરાઠા 

બનાવવાની રીત - સવારે પહેલા કોઈ મોટા વાસણમાં મેદો નાખો. હવે તેમા મીઠુ, ખાંડ, ડ્રાઈ એક્ટિવ યીસ્ટ અને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો અને કુણા પાણીથી નરમ લોટ બાંધી લો. હવે તેને 5-6 મિનિટ સુધી મસળીને ચિકણુ કરો અને તેલ લગાવીને 2 કલાક માટે ઢાંકીને મુકી રાખો.  તેનાથી લોટ ફૂલીને ડબલ અને નરમ થઈ જશે. 
 
સ્ટફિંગ બનાવો - કોઈ મોટા વાસણમાં સમારેલી ફ્લાવર, શિમલા મરચુ, બેબી કોર્ન, લીલા ધાણા, મોજેરિલા ચીઝ અને બાકી બધા મસાલા નાખીને મિક્સ કરો. 
 
પરાઠા બનાવો - લોટને પંચ કરીને મસળી લો અને 2 ભાગમાં  વહેંચી લો. સ્ટફિંગને પણ 2 ભાગમાં વહેંચી લો. હવે લોટના એક ભાગને સૂકા લોટમાં લપેટીને પેડો બનાવીને ફરીથી ચકલા પર 4-5 ઈંચ સુધી ફેલાવી લો અને તેના પર સ્ટફિંગનો એક ભાગ મુકો. તેના ખૂના વાળીને પોટલીની જેમ બનાવી લો. તેના ખૂણા વાળીને પોટલીની જેમ બનાવી લો. તેને સારી રીતે બંધ કરીને ગોળ આકાર આપો. હવે બીજા ભાગને પણ આ રીત તૈયાર કરી લો. બંનેને સૂકો લોટમાં લપેટી લો અને 10 મિનિટ માટે તેને ઢાંકીને મુકી દો જેનાથી આ થોડો વધુ ફૂલી જશે. 
 
હવે તવો ગરમ કરો અને તૈયાર કરવામાં આવેલ એક ગોળાને સૂકા મેદામાં લપેટીને ચકલા પર મુકો અને હાથથી દબાવીને થોડો ચપટો કરીને ફેલાવો જેથી શાકભાજી પરાઠામાં ચારેબાજુ ફેલાય જાય.  પછી વેલણથી પરાઠા હળવે હળવે દબાવતા વણી લો.  
 
હવે ગરમ તવા પર તેલ ગાવીને ચારે બાજુ ફેલાવી દો. હવે પરાઠા તવા પર મુકો અને બંને બાજુ સારી રીતે બ્રાઉન થાય ત્યા સુધી સેકી લો. તમારો સ્પંજી અને ક્રિસ્પી પિઝા પરાઠા તૈયાર છે.  આ તમે ચા કે સોસ સાથે ખાઈ શકો છો.