આજની વાનગી - યમ્મી ચીઝ-ટોમેટો સેન્ડવીચ

sandwich

સામગ્રી
: 4 સ્લાઈસ બ્રેડ, 2 ટેબલસ્પૂન પિનટ બટર, 1/2 ટીસ્પૂન પીસેલું લસણ, 1 નાનું ટમેટું, પાતળી સ્લાઈસમાં સમારેલું, 1/2 લાલ અથવા લીલુ કેપ્સિકમ, પાતળી સ્લાઈસ કરેલું, 8 સ્લાઈસ ચેડાર ચીઝ, 2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બ્સ (ઓરેગાનો) અને મરી પાવડર

બનાવવાની રીત : - બ્રેડને ગ્રિલરમાં હળવી ટોસ્ટ કરી લો. - હવે આ બ્રેડની દરેક સ્લાઈસ પર પિનટ બટર લગાડીને સ્પ્રેડ કરી લો. તેના પર લસણની પેસ્ટ પણ લગાડી દો.
- ચારમાંથી કોઈ પણ બે બ્રેડની સ્લાઈસ પર ટમેટા અને કેપ્સિકમની સ્લાઈસ ગોઠવી દો.
- તેના પર ચીઝની સ્લાઈસ ગોઠવો.
- તેના પર બાકીની બ્રેડની સ્લાઈસ ગોઠવીને ટોસ્ટ કરો. ચીઝ થોડું પીગળે તેટલી વાર માટે જ ટોસ્ટ કરવું.
- સેન્ડવિચ પર ઓરેગાનો અને મરી પાવડર નાંખીને સર્વ કરો.


આ પણ વાંચો :