શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 20 મે 2015 (15:45 IST)

આવી રીતે બનાવો ટોમેટો કેચઅપ

સામગ્રી : ટમેટા-3 કિલો,
ખાંડ -500 ગ્રામ ,
સંચણ સ્વાદપ્રમાણે ,
સોઠ પાવડર 2 નાની ચમચી ,
ગરમ મસાલા -
1.5 નાની ચમચી
,4 મોટી ચમચી. 


 
બનાવવાની વિધિ - સારા લાલ ટમેટા બજારથી લો અને એને સારી રીતે ધોઈને ચાર-ચાર ટુકડામાં કાપી લો. એક વાસણમાં ટમેટાના ટુકડા નાખો અને ઢાંકીને ધીમા તાપ પર ઉકાળવા રાખી દો. થોડી-થોડી વારમાં ચમચીથી હલાવતા રહો , જેથી ટમેટા વાસણના નીચે ચોંટી ના જાય . જ્યારે ટમેટા નરમ થઈ જાય , ત્યારે ગૈસ બંદ કરી દો. 
આ મિશ્રણને મેશ કરી અને સ્ટીલની ચાલણીથી ચાણી લો. વધેલા ટમેટાના ટુકડાને બારેક મિક્સરમાં વાટી લો હવે એને પણ ચમચી દબાવીને ચાણી લો. હવે માત્ર એના બીયડ અને છાલજ રહેશે. એને હટાવી નાખો. 
 
વાસણમાં ચાણેલા મિશ્રણને તાપ પર જાડા થવા માટે મૂકી દો. ઉકાળ્યા પછી અને ઘાટો થયા પછી એમાં ખાંડ , સંચણ , સોઠ પાવડર  અને ગરમ મસાલા નાખો.  થોડી-થોડી વારમાં ચમચીથી હલાવતા રહો , જેથી ટમેટા વાસણના નીચે ચોંટી ના જાય. ટ્મેટાના સૉસને  પૂરી રીતે જાડા કરી લો . એ આટલું જાડા થવા જોઈએ કે ચમચીથી સરળતાથી ના પડી શકે . હવે ગૈસ બંદ કરી દો. ટ્મેટાના સૉસ તૈયાર  છે , એને ઠંડા કરીને સિરકા મિક્સ કરો અને કાંચની બૉટલમાં ભરીને મૂકો. 
 
ઉપાય 
 
ટ્મેટા સૉસમાં ગરમ મસાલા પાવડરની જગ્યાએ અને સોઠની જગ્યાએ 3 ઈંચ લાંબા આદું, ટુકડા કરીને નાખો આ સિવાય 20 કાળી મરી  , 6-7 લવીંગ , 2 ટ્કડા દાલ ચીની 4 મોટી એલચી નાખો. હવે આ ટમેટાને સાથે ઉકાળી લો. પછી એન ટમેટા સાથે જ વાટીલો અને ચાણીને  પછી મિશ્રણમાં ખાંડ અને સંહ્ચણ અ નાખી જાડા કરીલો. જો તમને ટ્મેટા સૉસમાં ડુંગળી અને લસણના સ્વાદ જોઈએ તો 3-4 ડુંગળી અને 10-12 લસણ કાપીને અને ટ્મેટ સાથે મૂકે શકો  છો.