ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 17 જુલાઈ 2014 (16:45 IST)

કાજુ કોરમા

સામગ્રી - છીણેલો માવો - 250 ગ્રામ, પનીર - 250 ગ્રામ, કાજુ 150 ગ્રામ, કિશમિશ 20 ગ્રામ, ઈલાયહ્કી 4, તજ 1 લાકડી, લવિંગ 4, તમાલપત્ર 2 પાન,  મીઠુ સ્વાદમુજબ, હળદર પાવડર 1/4 ચમચી, ગરમ મસાલો 1/4 ચમચી, નારિયળ 1 મોટી ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 2, ઝીણુ સમારેલુ ટામેટુ 3, ઝીણુ સમારેલુ લસણ 4 કળીઓ. ઘી 2 મોટી ચમચી અને સમારેલી અદરક 1 પીસ સજાવવા માટે લીલા ધાણા.
 
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા પનીર અને કાજુને સોનેરી ફ્રાય કરો. હવે પનીર અને કાજુને બહાર કાઢી લો અને એ ઘીમાં ડુંગળી ફ્રાય કરો. હવે તેમા ટામેટા આદુ લસણ નાખી દો. હવે ઈલાયચી તજ લવિંગ નારિયળને મિક્સરમાં વાટી લો. આ પેસ્ટને એક મિનિટ સુધી ફ્રાય કરો. હવે તેમા મીઠુ તમાલપત્ર. લાલ મરચુ. હળદર પાવડર, ગરમ મસાલો, કાજુ કિશમિશ, પનીર માવા અને અડધો કપ પાણી નાખો.  તેને ઢાંકી દો અને 2-3 મિનિટ થવા દો. છેવટે લીલા ધાણા નાખી સર્વ કરો.