મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

કાજુ પનીર

P.R
સામગ્રી - 200 ગ્રામ ફ્રેશ પનીર, 150 ગ્રામ કાજુની પેસ્ટ, 2 કેપ્સિકમ, 2 ડુંગળી, 10 ગ્રામ પીળા મરચાનો પાવડર, 2 મોટા ચમચા તેલ, 5 ગ્રામ આદુંની પેસ્ટ, 5 ગ્રામ લસણની પેસ્ટ, જીરું, ગરમ મસાલો, મીઠું, સ્વાદ અનુસાર કાળા મરીનો ભૂક્કો.

બનાવવાની રીત-- પનીરના ટૂકડાં કરી લો. કઢાઈમાં તેલ નાંખો. તેલ ગરમ થતાં તેમાં જીરું નાંખી વઘાર કરો. ઝીણી કાપેલી ડુંગળી નાંખી સામાન્ય ભૂરો રંગ પકડા ત્યાંસુધી સાંતળો. હવે તેમાં આદું-લસણની પેસ્ટ પણ નાંખો. ત્યારપછી ઝીણા કાપેલા કેપ્સિકમ નાંખો.

એકાદ મિનિટ બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં કાજુની પેસ્ટ સહિતના બાકીના બધા મસાલા નાંખો. હવે આ મિશ્રણ તેલ છોડવા લાગે એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખી એકાદ-મે મિનિટ સુધી ગેસની આંચ ચાલુ રાખી રાંધો. હવે ગેસની આંચ બંધ કરી ગરમા-ગરમ સર્વ કરો.