શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (11:45 IST)

ક્વિક બ્રેડ કટલેટ

સામગ્રી - બ્રેડ સ્લાઈસ -4, બાફેલા બટકા 2, દહી એક મોટી ચમચી, ઝીણી સમારેલી ડુંગળી-1, ઝીણી સમારેલી કોથમીર, કસૂરી મેથી-અડધી ચમચી,  આદુ લીલા મરચાનું પેસ્ટ 1 ચમચી, ધાણાજીરુ 1/4 ચમચી, આમચૂર પાવડર ચપટી ભરીને. રોસ્ટેડ મગફળીનો પાવડર એક મોટી ચમચી, કોર્ન ફ્લોર એક મોટી ચમચી. છીણેલુ ચીઝ એક મોટી ચમચી સ્વાદ મુજબ મીઠુ. 
 
બનાવવાની રીત - બ્રેડની સ્લાઈસને દહીંમાં બે નિનિટ માટે પલાળી લો. હવે બાકીની બધી સામગ્રીને એક સાથે મિક્સ કરો અને બ્રેડ સ્લાઈસેજને પણ આ મિશ્રણમાં નાખો. સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણથી કટલેટ્સ બનાવો. હવે તવો ગરમ કરો તેની પર થોડુ તેલ નાખો અને કટલેટ્સને તવા પર શેલો ફ્રાય કરો. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો. ગરમા ગરમ કટલેટ્સ ટોમેટો સોસ સાથે સર્વ કરો.