શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 3 જૂન 2016 (16:38 IST)

ગુજરાતી રેસીપી- દાલ - પકવાન

ગુજરાતી રેસીપી - દાલ પકવાન 
દાલ પકવાન ની દાળ, ચણાની દાળ થી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની પૂરીની જેવા હોય છે.  દાળ પકવાન કોઈપણ સમયે સવારના નાસ્તામાં બનાવીએ તો સૌને પસંદ આવશે.
 
સામગ્રી :(પકવાન બનાવવા માટે )
 
૨૦૦ ગ્રામ મેંદો , ૫૦ ગ્રામ તેલ મોયન માટે , મીઠું સ્વાદપ્રમાણે , ૧/૪ નાની ચમચી  અજમો, તેલ – આવશ્યક (જરૂરી) તળવા માટે

સામગ્રી :  દાલ બનાવવા માટે 
 
૨૦૦ ગ્રામ ચણાની દાળ , ૨-૪ ટે.સ્પૂન તેલ કે ઘી , ૨-૩ ટામેટાબારીક સમારેલા), ૧-૨ બારીક સમારેલા લીલાં મરચા, આદુ (૧ ઈંચ નો ટુકડો), ૨ ચપટી હિંગ, ૧/૨ નાની ચમચી જીરૂ, ૧/૨ નાની ચમચી હળદર, ૧-૧/૨ નાની ચમચી ધાણા પાઉડર, ૧/૪ નાની ચમચી લાળ મરચાનો પાઉડર, ૧ નાની ચમચી મીઠું –સ્વાદાનુસાર, ૧/૪ નાની ચમચી ગરમ મસાલો, લીલી કોથમીર
 
દાળ બનાવવાની રીત : ચણાની દાળ સાફ ધોઈને ૨ – કલાક માટે પાણીમાં પલાળી રાખી દો. દાળને કુકરમાં 2  કપ પાણી, ચમચી મેથીં, અને અડધી ચમચી હળદર નાંખી અને કુકર બંધ કરી નાખો બાફી લો . એક સીટી થતા ગૈસ બંદ કરી દો. 
 
ટામેટા , આદુ અને લીલાં મરચાને મિક્સરમાં  વાટી લો. અને એક ટમેટને ઝીણું સમારી લો. 
 
એક કડાઈમાં ઘી ગરમ કરી હીંગ અને જીરું નાખી તડકાવો ત્યારબાદ ટામેટા, મરચા અને આદુની બનાવેલી પેસ્ટ નાખી બે મિનિટ શેકો પછી એમાં , હળદર પાઉડર, ધાણા પાઉડર, અને બારીક સમારેલ આદુ અને ટ્મેટા નાખવું, મસાલા ને ત્યાં સુધી પાકવા દો જ્યાં સુધી એમાંથી  તેલ છૂટીને ઉપર આવીને તરવા લાગશે.
 
કુકરને ખોલી અને આ શેકેલા મસાલામાં દાળ મિક્સ કરી નાખો. અને જરૂર પ્રમાણે એમાં પાણી ઉમેરો અને  લાલ મરચાનો પાઉડર નાંખી દાળને ૨ મિનિટ માટે 
 
ઢાંકી, અને ધીમા તાપે તેણે પાકવા દો. ઉકાળો આવતા  ગેસ નો તાપ બંધ  કરી દો. દાળ તૈયાર થઇ ગઈ છે. 


 
પકવાન બનાવવાની રીત :
 
મેંદાને એક ચાળી લેવો પછી એમાં મોયન ,જીરૂ અને મીઠું નાંખી લોટ બાંધી લો. (લોટ વધુ કઠણ કે નરમ ન હોવો જોઈએ ) ગૂંથેલા લોટ ને અડધા માટે ઢાંકીને રાખવો.
 
લોટના  નાના નાના લૂઆ બનાવી અને એક લૂઆ લઈને પાટલી પર વેલણ વડે ૬-૭ ઈંચની ગોલાઈ મા પૂરી વણી લો. અને ચાકૂથી 5-6 કાપા કરી નાખો. જેથી પકવાન ફૂલે નહી. આમ કરી બધા પકવાન વેણી લો. 
 
ત્યારબાદ, કડાઈમાં તેલ નાંખી ગરમ કરો અને પકવાનને તેલમાં મધ્યમ તાપ પર તળો . એનો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવું. આમ ધીરે ધીરે કરીને બધાજ પકવાન તળી લેવા. 
 
ગરમા ગરમ દાળ અને આ કરકરા પીરસો અને તમે પણ ખાઓ.