શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ગ્રીન ચીઝ સૂપ

N.D
સામગ્રી - 250 ગ્રામ લીલા વટાણાં, બટાકા - 2 નંગ, ડુંગળી ઝીણી સમારેલી 1, છીણેલું ચીઝ 1 કપ, 1/2 કપ દૂધ, માખણ 2 ટેબલસ્પૂન, 1 ટીસ્પૂન કોર્નફ્લોર, 1.2 સ્પૂન મરી પાવડર, 1.2 ચમચી તજનો પાવડર, મીઠુ સ્વાદમુજબ. , ક્રીમ સજાવવા માટે.

બનાવવાની રીત. - ગરમ કઢાઈમાં એક ચમચી માખણ નાખી તેમા ડુંગળી સાંતળી લો, બદામી થાય એટલે સમારેલા બટાકા, લીલા વટાણા અને લીલા ધાણા નાખીને સાંતળી લો. બફાય જાય ત્યારે ઠંડુ કરી મિક્સરમાં એક ગ્લાસ પાણી નાખી વાટી લો. આ મિશ્રણને ગાળી લો. એક તપેલીમાં એક ચમચી માખણ મુકી તેમાં ગાળેલુ સૂપ, મીઠુ, મરી અને તજ પાવડર અને કોર્નફ્લોર દૂધમાં ઓગાળીને નાખો. થોડુ છીણેલુ ચીઝ નાખી બરાબર ઉકાળી લો. નીચે ઉતારી ક્રીમ, છીણેલુ ચીઝ નાખી સૂપ સર્વ કરો.