શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

પનીર ટિક્કા

N.D
સામગ્રી - 200 ગ્રામ પનીર, 1 શિમલા મરચુ, 1 ટામેટુ, બાફેલા બટાટા 1, 1 કપ લીલા ધાણા, 2-3 લીલા મરચાં, 1,2 ટી સ્પૂન સમારેલુ આદુ, 1,2 કપ ઘટ્ટ દહી, સ્વાદમુજબ ઉપવાસનુ મીઠુ, 1/2 લીંબુ, માખણ જરૂર મુજબ.

બનાવવાની રીત - પનીરના જાડા ચોરસ ટુકડામાં કાપો. બટાકા ટામેટા ને શિમલા મરચાને પણ ચોરસ કાપી લો. હવે લીલા ધાણા, લીલા મરચા અને આદુને વાટીને પેસ્ટ બનાવો. તેમા દહી, મીઠુ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે તેમા પનીર નાખીને અડધો કલાક ફ્રિજમાં મુકો. હવે સીંકોમાં ક્રમશ : પનીર, શિમલા મરચુ, ટામેટુ અને બટાકાના ટુકડા લગાવો. ઉપરથી માખણ લગાવીને તેને ગરમ ઓવનમાં સેંકી લો. સ્વાદિષ્ટ ફળાહારી પનીર ટિક્કા તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો.