ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

પનીર મેથી પાલક

P.R
સામગ્રી - 50 ગ્રામ મેથી, 80 ગ્રામ પાલક સમારેલી, 250 ગ્રામ પનીર, 2 ચમચી તેલ, 1/2 ચમચી જીરુ, 1 ચમચી આદુ લસણનુ પેસ્ટ, 4 લીલા મરચા સમરેલા, 1 ડુંગળી(સ્લાઈસ), 1 ટામેટુ કાપેલુ, મીઠુ સ્વાદ મુજબ, 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણાજીરુ, સેકેલા તલ 1 ચમચી.

બનાવવાની રીત - કઢાઈમાં તેલ ગરમ કરીને જીરાનો તડકો લગાવો, તેમા આદુ-લસણ, મરચાંનુ પેસ્ટ નાખીને લાલ થતા સુધી થવા દો. પછી તેમા ટામેટા નાખો.

ડુંગળી નાખો અને લાલ થવા દો અને પાંચ મિનિટ સુધી પકવો. તેમા મેથી, પાલક નાખીને બાફી લો. પનીરને ધીમા તાપ પર લાલ રંગનુ તળીને તૈયાર શાકમાં નાખી દો. તેમા ગરમ મસાલો, કાળા મરી, જીરા પાવડર, લીંબૂનો રસ, કસૂરી મેથી પાવડર નાખીને સારી રીતે હલાવો અને ઉપરથી સેકેલા તલ નાખો.