ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

બેક્ડ ચીઝ કોર્ન પરાઠાં

N.D
સામગ્રી - 1 કપ મકાઈનો લોટ, 1 બાફેલુ બટાકુ, મીઠુ સ્વાદમુજબ, અડધી ચમચી આદુ-મરચાનુ પેસ્ટ, 1/4 કપ ચીઝ(છીણેલુ), ગરમ પાણી જરૂર મુજબ.

બનાવવાની રીત - બટાકાને સારી રીતે મેશ કરી લો. મકાઈના લોટમાં મસળેલુ બટાકુ, મીઠુ, આદુ, લીલા મરચાનુ પેસ્ટ મિક્સ કરી પાણીની મદદથી નરમ લોટ બાંધી લો. આ લોટના લૂઆં બનાવી રોટલી જેમ વણો. વણેલી રોટલીને ગ્રીસ્ડ બેકિંગ ટ્રેમાં મૂકીને ગરમ ઓવનમાં બેક કરી લો. જ્યારે પીરસવાની હોય ત્યારે રોટલી પર થોડુ ચીઝ ફેલાવો અને ગરમ ઓવનમાં ચીઝ ઓગળતા સુધી ગ્રિલ કરો. સ્વાદિષ્ટ ચીઝ કોર્ન રોટલી તૈયાર છે. આ રોટલી મનપસંદ સોસ કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.