શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

મકાઈનો હલવો.

સામગ્રી -1કિલોગ્રામ મકાઈ તાજી અને નરમ દાણાવાળી. બે કપ દૂધ, 6-7 લીલાં મરચાં, રાઈ,જીરું, વરીયાળી 1-1 ચમચી, ખાંડ 2-3 ચમચી , ચપટી હળદર, મીઠુ સ્વાદ પ્રમાણે, 2 લીંબુનો રસ, લીલાં ધાણા 50 ગ્રામ, કાજુ-કિશમિશ 1-1 ચમચી.

વિધિ - સૌ પ્રથમ મકાઈને સાફ કરી ધોઈને છીણી લો. હવે 100 ગ્રામ તેલમાં જીરુ,રાઈ અને કઢી લીમડાંનો વધાર કરી, વરીયાળી અને લીલાં મરચાંનો વધાર કરી તેમાં હળદર નાખીને મકાઈનું છીણ નાખો. આને થોડીવાર હલાવી તેમાં મીઠું, ખાંડ,દૂધ નાખી 10 મિનિટ માટે ઢાંકી દો. આંચને ધીમી રાખવી. દસ મિનિટ પછી છીણ બફાઈ ગયું હોય તો તેમાં લીંબુનો રસ નાખી હલાવો. હવે સમારેલી કોથમીર અને કાજુના ટુકડાં અને કિસમિસ નાખી હલાવો. ગરમા ગરમ હલવો પીરસો.