શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

મિક્સડ ફ્રૂટ પકોડા

N.D
સામગ્રી - 1 કપ બેસન, સ્વાદમુજબ મીઠુ, 1 કેળુ, 8-10 લીલી દ્વ્રાક્ષ, અડધો કપ કેરી(છોલીને ક્યુબ્સમાં કાપેલી), અડધો ટી સ્પૂન દળેલુ લાલ મરચુ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - કેળા છોલીને ક્યુબ્સમાં કાપો. બેસનમાં મીઠુ, દળેલુ મરચુ અને જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો. આ ખીરામાં કાપેલા કેળા, દ્રાક્ષ અને કેરી નાખીને સારી રીતે મિક્સ કરો આ મિક્સમાં સમારેલા કેળા, દ્રાક્ષ, કેરી નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ ખીરાના પકોડા તળીને પેપર પર કાઢો જેથી વધારાનુ તેલ નીકળી જાય. મિક્સ ફ્રૂટ પકોડા તૈયાર છે. અ પકોડા ચટણી કે સોસ સાથે સર્વ કરો