શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 19 જૂન 2015 (17:14 IST)

લાહોરી બટાકા

સામગ્રી - 1/2 કપ બાફેલા બટાકા , 2 ચમચી તેલ ,
પેસ્ટ બનાવવા માટે -8આખી લાલ મરી , 2 ચમચી ધાણા , 1 ચમચી જીરા , 4 લવિંગ, 1 ચમચી ખસખસ , 1 ચમચી વરિયાળી , 1જાવિત્રી , 1 ઈંચ દાલચીની , 6 થી 7 કાળી મરીના દાણા , 2 ચમચી છીણેલુ6 નારિયલ 
બીજી સામગ્રી 1/4 કપ તાજા ટમેટાના પેસ્ટ , 2 ચમચી તેલ , 1/2 કપ ડુંગળી , લીમડો 2 ચમચી આદું લસણના પેસ્ટ , મીઠું સ્વાદપ્રમાણે 3/4 કપ દૂધ 
 
બનાવવાની રીત- નાન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો . એમાં બાફેલા બટાટા નાખી ધીમા તાપે 3 થી 4 મિનિટ ફ્રાઈ કરો. પછી એને એક તરફ મૂકી દો. કઢાઈમાં તેલ ગરમ કરો એમાં કાપેલી ડુંગળી અને તેજ પાન નાખી મધ્યમ તાપ પર થોડા સેકંડ માટે રાંધો 
 
પછી આદું લસણના પેસ્ટ નાખો અને ચલાવો. 
મસાલા થઈ ગયા પછી એમાં મીઠું , ટમેટાના પેસ્ટ નાખી 2 મિનિટ સુધી રાંધો 
પછી એમાં ફ્રાઈ કરેલા બટાટા અને દૂધ નાખી 2 મિનિટ રાંધો 
જ્યારે શાક થઈ જાય તો એમાં કોથમીર નાખી સર્વ કરો.